________________
અનુભૂતિ સમકિતની હોય, આત્મજ્ઞાનની હોય, કેવળજ્ઞાનની અનુભૂતિની ના હોય. અનુભૂતિ એ જુદાપણું સૂચવે છે. ત્યાં કેવળજ્ઞાનમાં જુદાપણું કશું છે જ નહીં.
કેવળજ્ઞાન એટલે કોઈ અવલંબન નહીં, નિરાલંબ-એબ્સોલ્યુટ આત્મા.
વાણી સ્કૂળ છે, કેવળજ્ઞાન સૂક્ષ્મતમ છે. એટલે વાણીથી કહી શકાય એવું નથી.
કેવળજ્ઞાન અમુક દૃષ્ટિએ સત્તારૂપેય છે, અમુક દૃષ્ટિએ શક્તિરૂપેય છે, એ બન્ને લગભગ સરખું જ છે. એક કહેશે, શક્તિ પ્રગટ થયા કરે છે, બીજા કહેશે, સત્તા પ્રગટ થયા કરે છે.
કોઈ જ્ઞાની પુરુષ મળે ને આવરણ તોડી આપે તો પરસત્તા ઊડીને સ્વસત્તામાં આવી ગયો.
બહાર સામાન્ય માણસોમાંય શક્તિરૂપે કેવળજ્ઞાન છે. બધા મહાત્માઓને કેવળજ્ઞાન સત્તારૂપે છે પણ દાદાશ્રીને પ્રગટમાં છે. પોતે કહે છે, અમને પચ્યું નથી, ત્રણસો છપ્પન ડિગ્રી સુધી આવ્યું છે.
જ્ઞાનવિધિમાં જ્ઞાન આપે છે, તે મૂળ આત્માનું. કેવળજ્ઞાન જ આપે છે, પણ આ કાળને લીધે પચતું નથી. જો કેવળજ્ઞાન ન હોત તો સત્તા જુદી પડે જ નહીં. એક કલાકમાં આત્મા જુદો પડી જ જાય છે. આ તો એક કલાકના પરિચયથી ગજબનો ફેરફાર થાય છે, તેનું કારણ છે કે આ કેવળજ્ઞાનની સત્તા છે.
જ્ઞાનવિધિમાં આત્મા જ હાથમાં આપી દે છે, તેથી પછી અનુભવલક્ષ ને પ્રતીતિ નીચે દશા ઉતરતી નથી, એ ક્ષાયક સમકિત છે.
આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ છે, પણ વાદળ ખસવા જોઈએ ને ! જેમ જેમ આવરણો ખસી જાય, તેમ તેમ પોતે પોતાને આખો દેખાય. પોતે પોતાને જ જાણે એને કેવળજ્ઞાન કહેવાય.
(૭૨) સમ્યક્ દર્શન - આત્મજ્ઞાન - કેવળજ્ઞાત સમ્યક્ દર્શન એ કેવળજ્ઞાનની બિગિનિંગ છે. સમ્યક્ દર્શનથી હું
67