________________
ચીજમાં હુંપણું નહીં. આત્મા એ શુદ્ધ ચૈતન્ય છે, એ કેવળજ્ઞાન માત્ર છે. આ જ્ઞાન સિવાય કોઈ બીજી વસ્તુ જ નથી, કેવળજ્ઞાન સ્વરૂપી જ છે. કેવળ એ એબ્સોલ્યુટ કહેવા માટે છે, નહીં કે આ બધું દેખાય તે માટે.
જ્યાં સુધી કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી મહીંના શેયો જોવાના. ત્યાર પછી બ્રહ્માંડના જોયો ઝળકે.
કેવળજ્ઞાનને આ લોકો સમજે છે એના કરતા મૂળ વાત ઉપર આવી જાય કે જે ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ, અહંકાર એ બધા નીકળી જાય અને એબ્સોલ્યુટ જ્ઞાન રહે. ક્રોધી જ્ઞાન, લોભી જ્ઞાન, અહંકારી જ્ઞાન છે એ બધું નીકળી જાય અને માત્ર એબ્સોલ્યુટ જ્ઞાન રહે, એવું સમજે તો ઉકેલ આવે.
મારે કેવળજ્ઞાન જાણવું છે, એ જ્ઞાનેય જાણવાપણાની ઈચ્છાથી મિલ્ચર થયેલું છે. એ કાઢી નાખો. જ્ઞાન એટલે પ્યૉર પ્રકાશ.
જ્ઞાન એ જ પરમાત્મા છે, પણ કર્યું જ્ઞાન ? જે જ્ઞાન ચોરી, જૂઠ, લોભ, ક્રોધ, માન, કપટ, પ્રપંચ ન કરાવડાવે. તે કેવળ એ જ જ્ઞાનને ભજે, એનું નામ કેવળજ્ઞાન.
અહંકારી જ્ઞાન શુદ્ધ કરતા કરતા શુદ્ધ જ થઈ જાય, બીજું કંઈ ભેળસેળ ના રહે, નિર્ભેળ જ્ઞાન, એ કેવળજ્ઞાન.
જેમ કઢીમાં પાણી હોય, તે એકલું પાણી કાઢી લેવું હોય તો બીજું મિલ્ચર છે, એમાં એક-એક ચીજ મીઠું, મરચું કાઢી નાખે અથવા તો આખી કઢીની વરાળ કાઢી લે, તો ચોખ્ખું પાણી થયું એ કેવળ પાણી એવું જ્ઞાનમાં બધું ભેળસેળ થયું છે તે કઢી, અને ચોખ્ખું જ્ઞાન જ રહે એ કેવળજ્ઞાન.
કેવળજ્ઞાન એ અનુભવની વસ્તુ છે. ઈન્દ્રિય જ્ઞાનથી, બુદ્ધિથી ઉપરની વસ્તુ છે, શબ્દની બહારની વસ્તુ છે. શબ્દોમાં પચ્ચીસ ટકા ઉતરે, પણ પંચોતેર ટકા શબ્દ પણ પહોંચે નહીં તેવું જ્ઞાન છે, એ પોતે જેમ આગળ જાય તેમ પોતાને અનુભવ થતો જાય.
ડિરેક્ટ જ્ઞાનનું જેટલું આવરણ ખસે એ કેવળજ્ઞાન સુધી પહોંચે. એ પછી આખું જગત જોઈ શકે. એટલે કેવળજ્ઞાન શું છે એ જડે તો તો આખા બ્રહ્માંડનો રાજા ગણાય.
65