________________
ગઈ કે હું આમ જ છું.” હવે જ્ઞાતા-દ્રષ્ટા થઈ શકીશ. કેવળદર્શન થયા પછી પોતે “પુરુષ થયો. હવે જ્ઞાતા-દ્રષ્ટારૂપી પુરુષાર્થથી અનુભવ વધતો જાય. એટલું જ્ઞાન પ્રગટ થતું જાય.
ભગવાન મહાવીરને જગત આખું નિર્દોષ છે એ અનુભવમાં હતું. જ્યારે જ્ઞાન લીધેલા મહાત્માઓને જગત આખું નિર્દોષ છે એ સમજવામાં આવ્યું છે. આ દુષમકાળમાં કેવળદર્શન તો ગજબનું પદ કહેવાય !
કેવળદર્શન અને કેવળજ્ઞાન એ બે ભેગું રહે એને પરમ જ્યોતિસ્વરૂપ કહેવાય. પ્રતીતિમાં આટલો આનંદ રહે તો મૂળ વસ્તુ પાયે કેવો આનંદ આવે !
[૭] કેવળજ્ઞાત
(૭.૧) કેવળજ્ઞાનની સમજ હું” અને “મારું એનું નાનામાં નાનું કુંડાળું એ કેવલ્યજ્ઞાન, એ રિલેટિવ જ્ઞાન છે. જ્યારે કેવળજ્ઞાન એ રિયલ જ્ઞાન છે, એબ્સૉલ્યુટ, નિરાલંબ જ્ઞાન છે.
બધા વિશેષણો ખલાસ થાય ત્યારે કેવળજ્ઞાન થાય.
મૂળ આત્માને સમજે ત્યારે દર્શન ઊભું થાય અને એ પછી જાણે ત્યારે આત્મજ્ઞાન થયું અને એ કેવળ આત્મજ્ઞાનમાં જ રહેવું એ કેવળજ્ઞાન. એટલે આત્મજ્ઞાન થયા પછી જ એ પમાય.
આત્માનો અનુભવ થયા પછી જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ એને કેવળજ્ઞાન સ્વરૂપ સમજાતું જાય. જ્ઞાનીને એ દેખાય, જે કેવળજ્ઞાન સ્વરૂપની નજીકમાં આવેલા છે.
કેવળજ્ઞાન એટલે આ જગતના જેટલા જોય છે, દૃશ્ય છે, એ બધા દેખાય એને. કારણ કે પોતે એનો જ્ઞાતા-દ્રષ્ટા છે.
કેવળજ્ઞાનનો પ્રચલિત અર્થ એવો લોકો કરે છે કે આખી દુનિયાનું બધું દેખાયું. પણ એવો ને એટલો જ અર્થ નથી. મૂળ અર્થ આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાનમાં જ, કેવળ આત્મામાં જ હુંપણું, બીજી કોઈ
64