________________
યા ના પોષાય, છતાં હું કંઈ જ કરતો નથી એવો જે નિરંતર ખ્યાલ રહેવો તે કેવળદર્શન છે. “હું જ કરું છું' એવો નિરંતર ખ્યાલ રહે તે મિથ્યા દર્શન છે. ૧૯૬૮માં મામાની પોળમાં નાહીને બહાર આવ્યા ત્યારે આ તમામ શાસ્ત્રોના સાર રૂપે આ વાક્ય નીકળ્યું હતું.
(ઉ.૨) કેવળદર્શન-વ્યાખ્યા-પ્રસંગ જગતને બધું પોષાવા માટે તૈયારી કરશો, તો એવું કોઈ દહાડો બનવાનું નથી. પોષાવા તરફ દૃષ્ટિ રાખશો તો તમારું કામ બગડી જશે. કેટલાકને ના પોષાય, કેટલાક વિરોધ કરે. કેટલાક કહેશે, બહુ સારું કર્યું. વળી કેટલાક કહેશે, અમને આ પસંદ નથી. એમાં “પોતે હું કંઈ જ કર્તા નથી,' એ ભાન કેવળદર્શન છે.
ચંદુ ગમે તે કરતો હોય સારું કે ખોટું, ‘હું કંઈ કરતો નથી,' એ નિર્ભય બનાવે.
દાદાશ્રી કહે છે, જે અમારે નિરંતર રહેતું હતું, તે વાક્ય જ બોલ્યા છીએ. જેનો આગ્રહ ખલાસ થઈ ગયો છે, એના કઈ જાતના વાંધા ઊઠાવી શકે ? જેના કરવાપણાના આગ્રહો ખલાસ થઈ ગયા છે, એનું નામ જ સહજ, એ જ સ્યાદ્વાદ.
આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી દર્શનમોહ સર્વાશે ખલાસ થાય છે. હવે ચારિત્રમોહ રહ્યો. એ કાયદેસરનો કે ગેરકાયદેસરનો આવે, છતાં “હું કંઈ જ કરતો નથી,' એવો નિરંતર ખ્યાલ રહે અને “ચંદુ શું કરે છે એ જોયા કરે, તે એક અવતારી બનાવે.
જેમ સ્ટીમરમાં બેસે છે, એને ખ્યાલમાં જ હોય છે કે સ્ટીમર જ ચાલે છે, હું ચાલતો નથી, હું બેઠો છું. એવું આમાં એક ક્ષણવાર કર્તાપણું લાગે નહીં એ કેવળદર્શન અને એ જ્ઞાનમાં, વર્તનમાં આવે એ કેવળજ્ઞાન.
જેને હું શુદ્ધાત્મા છું' એના અનુભવ-લક્ષ-પ્રતીતિ બેસી ગયા છે, નિઃશંક પદ પ્રાપ્ત થયું છે, નિરાકુળતા વર્તે છે, ત્યાં શું બાકી રહ્યું ? બેત્રણ અવતારના કર્મો પૂરા થાય કે પૂર્ણાહુતિ.
કેવળદર્શનમાં જ્ઞાતા-દ્રષ્ટાપણું ના હોય, ત્યાં પોતાને પ્રતીતિ બેસી
63