________________
સૂઝ એ દર્શન છે, અજ્ઞા એ બુદ્ધિ છે ને પ્રજ્ઞા એ જ્ઞાન છે. અક્રમ માર્ગમાં જ્ઞાનવિધિમાં સૂઝ સંપૂર્ણ થઈ જાય છે. પછી સૂઝ ખીલવાની રહી નહીં. પ્રજ્ઞા શક્તિ પ્રગટ થઈ જાય છે.
જ્ઞાનવિધિમાં દર્શનાવરણ આખુંયે તૂટી ગયું. ત્યારે ક્ષાયક દર્શન પ્રાપ્ત થયું કહેવાય. ‘કંઈક છે, હું શુદ્ધાત્મા છું,’ એ સમજણ પડી. પણ ‘શું છે’ એ જાણકારી નથી, એ જ્ઞાનાવરણીય કર્મ. જેમ જેમ અનુભવમાં આવતું જાય તેમ જ્ઞાનાવરણીય જાય. તે અર્થે આપણો આ સત્સંગ છે.
અજ્ઞાન એટલે પોતેનું ભાન જ નથી, જ્યારે જ્ઞાનાવરણ તો આવરણ છે. એ ઓછું-વધતું થાય. પણ અજ્ઞાન તો કાયમ રહે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી પહેલું અજ્ઞાન ગયું. પછી જ્ઞાનાવરણીય ધીમે ધીમે જાય. બધું આવરણ પૂરું થઈ ગયું કે પૂર્ણ દશા.
આ જ્ઞાન પછી મિથ્યા દર્શન ગયું, દર્શનાવરણેય ઊડી ગયું. દર્શન મોહનીય ઊડી ગયું. અંતરાય અને જ્ઞાનાવરણીય નથી ઊડ્યા. અને ચારિત્રમોહનીય અને જ્ઞાનાવરણીયનો સમભાવે નિકાલ આજ્ઞામાં રહીને થતો જશે તેમ તેમ આવરણો ઓછા થશે, અંતરાય તૂટતા જશે.
દર્શનાવરણ તૂટેલું તેનાથી વિશ્વની વસ્તુઓ દેખાવી જોઈએ એવું નથી, પણ પોતાની શ્રદ્ધા બેઠી, પોતાનું સ્વરૂપ દેખાયું એ કેવળ શ્રદ્ધા એ કેવળદર્શન છે.
મિથ્યા દર્શન એટલે વિનાશી ચીજોમાં જ સુખ છે એવી શ્રદ્ધા અને સમ્યક્ દર્શન એટલે આત્મામાં સુખ છે એવી પ્રતીતિ રહે. પણ એકાદ ગુંઠાણું રહે ને ઊડી જાય. પાછું હતો તેવો ને તેવો થઈ જાય. કારણ કે પ્રકૃતિ ઉપશમ છે, ક્ષય થઈ નથી. જ્યારે આ અક્રમમાં હું શુદ્ધાત્મા છું ભાન, લક્ષ વર્તે એટલે ક્ષાયક સમકિત છે, કેવળદર્શન છે. નિરંતર પ્રતીતિ, એક ક્ષણ આઘી પાછી ના થાય એવી.
જન્મથી અત્યાર સુધી કોઈ ચીજનો હું કર્તા નથી, એની સંપૂર્ણ પ્રતીતિ બેસી ગઈ એ જ કેવળદર્શન.
આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે તે જગતને પોષાય
62