________________
જાડી ભાષામાં દાદાશ્રી કહેતા કે અમને તો આત્મજ્ઞાન છે, બીજું કશું નથી અમારે.
અજ્ઞાન દશામાં અહંકારમાં જ રમણતા હતી કે કેમ કરીને અપમાન ના થાય અને માન મળે એની જ જાળવણી. એ નિરંતર ૫૨૨મણતા હતી અને આ નિરંતર સ્વરમણતા ઉત્પન્ન થઈ ગઈ, એને સ્વચારિત્ર કહેવાય.
દાદાશ્રી કહે છે, અમે આ શાસ્ત્રની વાત નથી બોલતા, આમ કેવળજ્ઞાનમાં જોઈને કહીએ છીએ. પૂછો એટલે દેખાય, ને તે કહીએ.
દાદાશ્રી કહે છે, અમને પ્રત્યક્ષપણું પ્રગટ થઈ ગયું. આજે પ્રગટ હોય તે જેટલું સામર્થ્ય હોય એટલું બધું આપી દે, પરોક્ષ કશું આપે નહીં.
જ્ઞાનવિધિમાં જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે કેવળજ્ઞાનમાં આવે. કેવળજ્ઞાનની શરૂઆત શાને કહેવાય કે શુક્લધ્યાન વર્તે તે ! અહીં કેવળ આત્માનું જ્ઞાન અનુભવ રૂપે હોય.
મતિ, શ્રુત, અવધિ એ પરોક્ષ જ્ઞાન છે. મનઃપર્યવ અને કેવળજ્ઞાન એ બે પ્રત્યક્ષ જ્ઞાન છે.
[૫] જ્ઞાતીએ જાણ્યા વિપરીત જ્ઞાત, વિભંગ-જાતિ-ત્રિકાળને (૫.૧) વિભંગજ્ઞાત
સંસારી બધું જ્ઞાન જાણીએ, કોઈ લગ્નમાં હોશિયાર હોય, વકીલાતમાં એક્સપર્ટ થયેલા હોય, ડૉક્ટરીમાં હોંશિયાર થયેલા હોય, તે બધી કુમતિ કહેવાય. એ કુશ્રુત વાંચ્યું તેનાથી ઊભી થાય. એમ કરતા કરતા એ સાધનો, એ પુસ્તકો બહુ વધારે પડતા થઈ જાય ત્યારે કુઅવધિ ઉત્પન્ન થઈ જાય. એને વિભંગ જ્ઞાન કહેવાય. પ્રકાશ વધી જાય તો દેખાય ખુલ્લે ખુલ્લું. કંઈ પણ સાધન સિવાય શું બનશે તે દેખાય. ચર્ચિલ હતા એમને દેખાતું આવું.
હિન્દુસ્તાનમાં અંતર સૂઝ ને અંતર જ્ઞાનના આધારે જ ચાલતા. જ્યારે ફોરેનવાળાને બાહ્ય જ્ઞાન અને બાહ્ય સૂઝ હોય, એના આધારે કુશ્રુત, કુમતિ ને કુઅવિધ સુધી એ લોકો પહોંચે.
57