________________
વિભંગ જ્ઞાની એટલે અમુક હાઈ લેવલના ઑફિસર હોય, તે આપણી સાચી વાત હોય તોય ઊડાડી મૂકે. આપણે કશું કામ કરાવવું હોય તો શબ્દ એવા બોલે ને એની વાતનો જવાબ પણ ના આપી શકીએ અને આપણને ગૂંચવાડામાં નાખી દે.
જે જ્ઞાન કોઈને ગૂંચવે એ બહુ જ નુકસાનકારક, જે જ્ઞાન કોઈને ગૂંચવે નહીં એ બહુ ઊંચું જ્ઞાન હોય.
વિભંગ જ્ઞાનના આધારે એ અછતી સત્તા કહેવાય. જ્યારે ‘આ’ જ્ઞાનના આધારે એ છતી સત્તા કહેવાય. તે હાર્ટિલી સત્તા છે. દેવલોકોનેય કબૂલ હોય, આખા બ્રહ્માંડમાં બધે કબૂલ હોય.
(૫.૨) જાતિસ્મરણજ્ઞાત જાતિસ્મરણ એ તો ખરેખર જ્ઞાન જ નથી, એ તો જાતિનું સ્મરણ છે. એમાં પૂર્વજન્મનું દેખાવું એ એક જાતની યાદશક્તિ છે.
પાછલા ભવની યાદગીરી ન રહેવાના કારણમાં, એક તો મરણ વખતે દુ:ખ પડ્યાં હોય, બીજું જન્મતી વખતે ગર્ભમાં દુ:ખ પડ્યા હોય અને પાછલો જાનવરનો અવતાર વચ્ચે હોય તો પાછળનું યાદ ના આવે.
યાદશક્તિ એ તો રાગ-દ્વેષને આધીન છે. તે કો'કને પાછલા અવતારનું યાદ આવે. બાકી અમુક સાચું હોય, બાકી એઋાજરેશન (અતિશયોકિત) હોય.
જો આ જગતમાં ખાય-પીએ, કપડાં પહેરે પણ કશું ભોગવે નહીં તો એને સ્મરણ થાય એવું છે. આ ભોગવવાથી પાછલું બધું વિસ્મરણ થઈ જાય છે.
જાતિસ્મરણ તો મિથ્યાત્વીને પણ થાય ને સમકિતીને પણ થાય. પણ સમકિતી ઉપદેશ લે એમાંથી, જ્યારે મિથ્યાત્વી તો કશો લાભ ના ઊઠાવે. ઊલટા રાગ-દ્વેષ વધી જાય, ચિંતા-ઉપાધિ-કંટાળો વધી જાય. આત્મજ્ઞાન સિવાય જગતમાં કશું કામનું નથી.
કેટલાક માને છે કે જાતિસ્મરણથી વૈરાગ્ય આવે પણ એ વૈરાગ્યની
58