________________
દાદાશ્રી કહે છે કે આ કાળમાં મન:પર્યવજ્ઞાન નથી થતું છતાં આ અક્રમ વિજ્ઞાનના આધારે અમને અમુક અંશે વર્તે છે. સર્વાશે ન વર્તવા પાછળ કાળનું કંઈ બળ હશે ! આવી દશાથી સામાના મનને દુઃખ ન થાય એવી રીતે વર્તી શકે.
(૪.૩) અક્રમ જ્ઞાત થકી પહોંચ્યા કેવળજ્ઞાત સમીપે
દુષમકાળને લઈને આ અધિજ્ઞાન થતું નથી. અને જેને મોક્ષ જોઈતો હોય તેને તો અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાનની જરૂર જ નથી. આ તો જગતની લીલા દેખાડવી હોય તેને જરૂર. બાકી એ રોગ ના પેસે એ મોટામાં મોટી જાગૃતિ રાખવા જેવી. અને મોક્ષમાં કેમ જવાય એ રસ્તો કર્યા કરવો.
આ કાળમાં કર્મના ક્ષયોપશમ એવા થાય નહીં કે જેથી અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે. કર્મનું દબાણ જબરું છે. બહુ જૂજ પ્રમાણમાં અવધિ કે મન:પર્યવ થાય.
જાતિસ્મરણજ્ઞાન એ અવધિજ્ઞાનમાં જ સમાય છે.
લોક દાદાશ્રીને પૂછતા, તમને અધિજ્ઞાનથી દેખાય છે ? તો દાદાશ્રી કહેતા કે ના, મારું કામ નહીં. અમને તો મોક્ષ એકલો જોઈએ છે, ને કેવળજ્ઞાન સહિત રહેવું છે.
મુખ્ય મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન છે, એના પરિણામમાં આ કેવળજ્ઞાન છે. આ અવિધ ને મનઃપર્યવ તો વચ્ચે રસ્તામાં આવતા સ્ટેશનો છે, એની મેળે જ પ્રગટ થાય છે. અને તે થાવ કે ના થાવ, જ્ઞાનીને એની કશી પડેલી હોતી નથી.
ભગવાન મહાવીરને તો જન્મથી જ મતિ-શ્રુત ને અવિધ જ્ઞાન હતા. સંસાર વ્યવહા૨ છૂટ્યો કે તરત મનઃપર્યવ જ્ઞાન ઊભું થયું.
લોકો દાદાશ્રીને પૂછતા કે આપને કયા પ્રકારનું જ્ઞાન છે ? દાદાશ્રી કહે છે, કેવળદર્શનવાળું અમારું જ્ઞાન છે. નથી મન:પર્યવજ્ઞાન કે નથી અવધિજ્ઞાન આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનમાંથી આગળ વધીને કેવળજ્ઞાનમાં ચાર અંશો ખૂટતા રહ્યા છે.
56