________________
મતિજ્ઞાનથી આગળ પાછું નવું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે અને એ પચીને પાછું મતિજ્ઞાન થાય, એ બીજાને સમજાવી શકે.
જીવનમાં આ સારા કર્મો, આ પાપકર્મો એની સમજ પોતાને કઈ રીતે આવી શકે ? જે વાંચેલું, સાંભળેલું જ્ઞાન છે, તે પચીને પછી પોતાને પ્રેરણા આપે છે કે આ કરવા જેવું નથી. છતાં એ વ્યવહારિક જ્ઞાન છે, જ્યારે નિશ્ચયજ્ઞાન જ્ઞાનીઓના હૃદયમાં હોય છે.
વકીલોના પુસ્તકો એ બધું કુમતિજ્ઞાન છે. જાતજાતના પેપરો વાંચવા, પુસ્તકો વાંચવા એનાથી કુમતિ ભેગી થયા કરે. કુમતિને અજ્ઞાનમાં મૂકી, જ્યારે સુમતિ એટલે આત્માને જાણવા સંબંધીની બુદ્ધિ અને જ્ઞાનમાં મૂકી.
સંસારી સુખ માટે જે જે વાંચવામાં આવે, ભણવામાં આવે, કૉલેજમાં ભણવા જાય, એ બધું કુશ્રુત-કુમતિ અને એ બધું વિપરીત બુદ્ધિ વધારે. જ્યારે આત્મા માટે જે કંઈ હોય તે સુશ્રુત-સુમતિ. એનાથી સમ્યફ બુદ્ધિ વધે.
કુશ્રુત ઉપર શ્રદ્ધા બેસે તો કુમતિ ઉત્પન્ન થાય અને કુમતિથી એવું વર્તન થાય. કોક સો ડૉલર લઈ ગયો તો કકળાટ કરી મૂકે. જ્યારે સુશ્રુત સાંભળે, એની પર શ્રદ્ધા આવતી જાય તો પછી સુમતિ ઉત્પન્ન થાય ને આવું ડૉલર ગયા તો મનમાં સમાધાન રહે કે મારો હિસાબ પૂરો થયો. કકળાટ ઓછો થાય, બંધ થતો જાય ને આનંદ વધતો જાય.
કુમતિ-કુશ્રુતથી ક્રોધ-માન-માયા-લોભ ટૉપ ઉપર જાય અને સુશ્રુતસુમતિથી ક્રોધ-માન-માયા-લોભ ઘટતા જાય.
સુશ્રુત-સુમતિ એ રિયલ તરફ લઈ જનારા છે. એ રિયાલિટીથી વધતા વધતા છેવટે રિયલમાં લઈ આવે. મતિજ્ઞાન ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચે છે.
ક્રમિક માર્ગમાં આ કાળમાં કૃપાળુદેવે શાસ્ત્રના આધારે કહ્યું, કે જીવને મતિજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ-પરિગ્રહ હોય ત્યાં સુધી. તે સાધારણ કર્તાપણું નરમ થાય અને પરિગ્રહ ઘણો બધો ઓછો કરી નાખે ત્યારે થોડું મતિજ્ઞાન ઉત્પન્ન થાય. બાકી આ કાળમાં
52