________________
શાસ્ત્રો જાણે પણ આત્મા ના જાણ્યો તો એ બુદ્ધિમાં સમાય અને આત્મા જાણ્યો અને શાસ્ત્ર ના જાણ્યા તોય એ જ્ઞાનમાં સમાય.
શ્રુતજ્ઞાન આવરણને લીધે પુસ્તક વાંચે પણ એને સાર ના જડે. જ્ઞાની પુરુષ એક વખત પુસ્તક હાથમાં લઈને વાંચે તો ઘડીમાં સાર આવી જાય.
શાસ્ત્રનું જ્ઞાન એ તો ભગવાનની વીતરાગ વાણી છે. એ વરસાદના પાણી જેવું કહેવાય. આંબો મીઠો થાય ને લીમડો કડવો જ રહે. એવું સમકિતીને સમ્યકરૂપે પરિણામ પામે ને મિથ્યાત્વીને મિથ્યાત્વરૂપે પરિણામ પામે.
શાસ્ત્ર હેલ્પ કરે, પણ “જ્ઞાની' હોય તો ત્યાં પોતાનો દીવો પ્રગટે.
મુખ્ય તો શ્રુતજ્ઞાન સાંભળ્યા કરો, તો પછી બધું આવે અને એ શ્રુતજ્ઞાન, આત્માના અનુભવી હોય કે પ્રતીતિ થઈ હોય તેની પાસેથી મળે.
શ્રુતજ્ઞાનનું ફળ અનુભવ આવવો જ જોઈએ. જો ફળ ના આવે તો એ શ્રુત અહંકારથી પોઈઝનસ થયેલું હોય તો જ બને.
જ્ઞાની પુરુષની વાણી એ “અપૂર્વ વાણી, પરમ શ્રુત', જે કૃપાળુદેવે લખ્યું તે કહેવાય. આ વાણી સાંભળતા જ કેટલાંય પાપો ભસ્મીભૂત કરી નાખે ને સીધી આત્માને જ પહોંચે.
દાદાશ્રી કહે છે, અમે ઠેઠ ઉપર જઈને જોઈને બોલીએ છીએ. પૂર્વે સાંભળી ના હોય, પુસ્તકમાં હોય નહીં, ગામઠી, તળપદી ભાષા છતાં બધા ફોડ પાડી નાખે.
અહીં અક્રમ માર્ગમાં સીધું આત્મજ્ઞાન જ પ્રાપ્ત થઈ જાય છે, જ્ઞાનાર્ક જ પ્રાપ્ત થાય છે.
[3] મતિજ્ઞાત મતિજ્ઞાન એટલે આત્મા તરફ લઈ જનારું જે શ્રુતજ્ઞાન તેને સમજવું, એ સમજીને પોતે અંદર પચી જાય ત્યારે મતિજ્ઞાન થાય. પછી તે બીજાને સમજાવે તો પોતાનું મતિજ્ઞાન એ સાંભળનારને શ્રુતજ્ઞાન થાય.
51