________________
ઊભા ન થવા દે. જેલમાં લઈ જવા આવે તોય મહીં ચંચળતા ઊભી ના થાય. દેહના માલિક થાય તો ચંચળતા ઉત્પન્ન થાય. વિકલ્પ ઊભા ના થાય એ જ્ઞાન, એ જ આત્મા, એ જ પરમાત્મા.
કરોડો વર્ષ ના થાય એ જ્ઞાન અક્રમ વિજ્ઞાનથી બે જ કલાકમાં પ્રાપ્ત થઈ જાય છે પણ ફન્ડામેન્ટલ (પાયાનું). વિગતે સત્સંગના પરિચયે પામી લેવું જોઈએ.
કોઈ કહેશે કે જ્ઞાન કંઈ અપાય ? તો દાદાશ્રી કહે છે કે જેટલા જ્ઞાન છે એ કોઈ આપે છે ને બીજો લે છે. એ શંકા કરનારાય ક્યાંકથી એ જ્ઞાન લઈ આવેલા જ છે. સ્કૂલ, કૉલેજ, શાસ્ત્ર બધાથી જ્ઞાન મળે જ છે. જ્ઞાની પુરુષથી જે જ્ઞાન મળે તે શ્રુતજ્ઞાન. પાછું પોતાને એ પરિણામ પામે ને બીજાને સમજણ પાડે તો એ પોતાને મતિજ્ઞાન કહેવાય ને સામાને શ્રુતજ્ઞાન થઈ જાય.
[૨] શ્રુતજ્ઞાન
આત્મા સંબંધી, મોક્ષે જવા સંબંધી વાતો એ પુસ્તકો, શાસ્ત્રો કે કોઈ પાસેથી સાંભળો એ શ્રુતજ્ઞાન કહેવાય. શ્રુતજ્ઞાન સાંભળ્યા પછી, સમજ્યા પછી સંસાર રોગ એની મેળે નીકળવા જ માંડે.
શાસ્ત્રોમાં જે રીતે લખ્યું છે કે દયા રાખો, ક્ષમા રાખો, તે જ્ઞાન ‘કરવા’ માટે નથી કહ્યું. એ જ્ઞાન પ્રથમ જાણવાનું છે. પછી એની ઉપર પ્રતીતિ બેસાડવાની છે. પછી એ નિરંતર જાગૃતિમાં રાખો તો તે પ્રમાણે પછી અમલ (વર્તન)માં આવી જ જાય.
અધ્યાત્મ તરફ વાળે એ સુશ્રુત કહેવાય અને સંસાર તરફનું એ કુશ્રુત કહેવાય. કુશ્રુતને લીધે જે બુદ્ધિ ઉત્પન્ન થાય તે વિપરીત બુદ્ધિ અને તેનાથી સંસારમાં ભયંકર દુઃખો છે. કુશ્રુત છૂટે તો સુશ્રુત પેસે, તો સુમતિ થાય. તે પોતાને ને બીજાને શાંતિ આપે.
શ્રુતજ્ઞાનથી ચિત્ત નિર્મળ થતું જાય અને જો ‘જ્ઞાની’ મળી જાય તો જ્ઞાન સારી રીતે પકડી શકે.
શ્રુતજ્ઞાન એ બુદ્ધિજન્ય જ્ઞાન કહેવાય. કારણ કે આખા જગતના
50