________________
જેટલી સ્થિરતા વધે તેટલો આત્મા તરફ જાય ને જેટલી ચંચળતા વધે તો પુદ્ગલ તરફ જાય.
સ્થિર જ્ઞાતા છે, અસ્થિર જોય છે. અસ્થિરને જ જોવાનું છે. ક્ષણે ક્ષણે જગત ફર્યા કરે છે. એક પછી એક જોયા જ કરવાનું છે.
વિચારો ચંચળ છે, આપણે અચળ છીએ. બને છૂટા જ છીએ. વિચારા જોય ને પોતે જ્ઞાતા, એ સિવાય બીજો કોઈ સંબંધ જ નથી.
લોકોનો માનેલો આત્મા અને દરઅસલ આત્મામાં સમૂળગો ફેર છે. અક્રમ વિજ્ઞાનથી દાદાશ્રીએ મહાત્માઓને દરઅસલ આત્માના અનુભવ, લક્ષ ને પ્રતીતિ પ્રાપ્ત કરાવ્યા છે.
લોકો ચેતનનો અર્થ હાલતું-ચાલતું હોય એને ચેતન કહે છે, પણ ચેતન એટલે જ્ઞાન-દર્શન. ચેતન કોઈ ક્રિયા કરતું જ નથી, ફક્ત જોવાનું ને જાણવાનું કામ જ ચેતનનું છે. ક્રિયા માત્ર અનાત્મ વિભાગની છે, આત્મા અકર્તા છે. બધું જોયા જ કરે એ આત્માનો સ્વભાવ છે, એના પરિણામે આનંદ છે.
ખંડ-૨ આત્માના જ્ઞાન-દર્શનના પ્રકારો
[૧] જ્ઞાત-અજ્ઞાત જ્યાં જીવ છે ત્યાં આત્મા છે ને આત્મા છે ત્યાં જ્ઞાન હોય જ. જ્ઞાન એટલે પ્રકાશ. જીવમાત્રમાં પ્રકાશ છે. પ્રકાશ બધામાં સરખો છે છતાં જ્ઞાન ને અજ્ઞાન કેમ ભાગ પડ્યા ? સ્વ (આત્મા) અને પર (અનાત્મા)ને પ્રકાશે એ જ્ઞાન અને પરને જ પ્રકાશ, સ્વને જાણવા ના દે તે અજ્ઞાન.
અજ્ઞાનના પાછા ત્રણ ભાગ : ૧. કુશ્રત ૨. કુમતિ ૩. કુઅવધિ અને જ્ઞાનના મુખ્ય પાંચ ભાગ : ૧. શ્રુતજ્ઞાન ૨. મતિજ્ઞાન ૩. અવધિજ્ઞાન ૪. મન:પર્યવજ્ઞાન અને પ. કેવળજ્ઞાન.
આત્મજ્ઞાન એનું નામ કે ગમે તેવા સંયોગ હોય પણ મહીં કપાય
49