________________
૪૧૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
જ છે. એટલે આમાં લોકમાં શેય છે, માટે એ શેયને જ્ઞાતા જોઈ શકે છે. અને અલોકમાં કશું જોવાનું છે નહીં, એટલે પછી ત્યાં આગળ(પ્રકાશ) જઈ શકતો નથી.
આત્મા જ્યારે સંપૂર્ણ થાય છે ત્યારે છેલ્લી દશામાં હોય છે. ત્યારે આત્મા દેહથી છૂટો થાય છે તે આખા લોકમાં ફરી વળે છે, આખો લોક પ્રકાશમાન થઈ જાય છે. તે આખા જગતની બધી જ ચીજ દેખાય. દેહમાં હોવા છતાંય આ તો દેખાય, એને કેવળજ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાન એટલે શું ? એબ્સોલ્યુટ જ્ઞાન. બધું જ દેખાય. આ નથી દેખાતું એનું કારણ? આવરણ, આપણાં ઊભાં કરેલાં આવરણ !
હવે ધીમે ધીમે બધું દેખાશે. પહેલી ભૂલો દેખાશે. ભૂલો ભાંગશે તેમ આગળ જવાશે, મલ્ટિપ્લિકેશનથી પાછું. એક શક્તિ વધતી જશે, કેવી રીતે ? મલ્ટિપ્લિકેશનથી. આજે બે શક્તિ ઉત્પન્ન થશે, કાલે બેની ચાર થશે, ચોકુ ચોકુ સોળ થશે. સોળ ગુણ્યા સોળ એટલે બસ્સો છપ્પન, એવી રીતે. ભભૂકે જ..
ડિસ્ચાર્જ રસો તૂટશે, ત્યારે જ્ઞાન પ્રગટ થતું જશે
અને મૂળ વસ્તુ શું છે તે સમજતા થઈ ગયા. શુદ્ધાત્માને, આત્મા ને સંયોગો તો મહાવીર ભગવાન એકલાને જ દેખાતા હતા, બીજા કોઈને કેવળજ્ઞાન સિવાય દેખાય નહીં. તે તમને દેખાતા થઈ ગયા !
પ્રશ્નકર્તા ? તો તો અમારામાંય છે તે કેવળજ્ઞાન સ્વરૂપ જ કહેવાયને?
દાદાશ્રી : એ જ છે ને ! પ્રશ્નકર્તા તો પછી એ જ્ઞાન બહાર કેમ નથી નીકળતું ?
દાદાશ્રી : બહાર શેનું નીકળે પણ ? હજુ તો ગલીપચીઓ થાય છેને? જેટલી ગલીપચી થાય તેટલું જ્ઞાન આવરાય. આ ડિસ્ચાર્જના રસો જેમ જેમ તૂટશે, તેમ તેમ પેલું કેવળજ્ઞાન સ્વરૂપે પ્રગટ થતું જશે.