________________
(૭.૪) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી
૪૧૩
પ્રશ્નકર્તા કેવળજ્ઞાન થવા શું મહેનત કરવી પડે ?
દાદાશ્રી : ના, આ તો સહજ માર્ગ હોય. નો લૉ લૉ હોય. મહેનતથી કેવળ ના થાય. સહજ હોય, અપ્રયત્ન દશા આવવી જોઈએ.
- હવે જોવું પોતાને, કેવળજ્ઞાત સ્વરૂપથી
પ્રશ્નકર્તા: ‘હું કેવળજ્ઞાન સ્વરૂપ છું એમ વધારે બોલીએ તો વાંધો છે ?
દાદાશ્રી : કશો વાંધો નહીં, પણ શબ્દરૂપે બોલવાનો અર્થ નહીં. સમજીને બોલવું સારું. જ્યાં સુધી અશુદ્ધ બાબત આવે ને તે વખતે મહીં પરિણામ ઊંચાનીચાં થઈ જાય ત્યાં સુધી હું શુદ્ધાત્મા છું બોલવું સારું. પછી આગળની શ્રેણીમાં “હું કેવળજ્ઞાન સ્વરૂપ છું” એમ બોલાય. આ નિર્વિકલ્પ જ્ઞાન છે એટલે “કેવળજ્ઞાન સ્વરૂપ છું' એવું બોલવામાં વાંધો નથી. એવું દહાડામાં પાંચ-દસ વખત બોલવું અને પોતાને કેવળજ્ઞાન સ્વરૂપથી જોવું ઘણા વખત.
કેવળજ્ઞાન સ્વરૂપ કેવું દેખાય ? આખા દેહમાં આકાશ જેટલો જ ભાગ પોતાનો દેખાય. આકાશ જ ખાલી દેખાય, બીજું કશું દેખાય નહીં, કોઈ મૂર્ત વસ્તુ એમાં ના હોય. આમ ધીમે ધીમે અભ્યાસ કરતા જવાનું છે. અનાદિકાળના અનુ-અભ્યાસને “જ્ઞાની પુરુષ'ના કહેવાથી અભ્યાસ થતો જાય. અભ્યાસ થયો એટલે શુદ્ધ થઈ ગયું !
ગુણોની ભજના કરે તો સ્થિરતા રહે. આ મારું સ્વરૂપ છે અને આ ન્હોય, આ જે થાય છે એ મારું સ્વરૂપ ન્હોય, એવું બોલો તોય ઊંચાનીચાં પરિણામ બંધ થઈ જાય, અસર ના કરે. આત્મા શું છે, એના ગુણ સહિત બોલવું, જોવું, ત્યારે એ પ્રકાશમાન થાય.
જાગૃતિ સંપૂર્ણ થયે, થાય કેવળજ્ઞાત આ જ્ઞાનનો અર્થ શું છે ? જાગૃતિ. આપણી આ આત્મજાગૃતિ છે અને એનું ફળ કેવળજ્ઞાન છે. નિરંતર જાગૃતિ રહેવી જોઈએ. એક સેકન્ડ