________________
(૭.૪) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી
પ્રશ્નકર્તા ઃ એ ચાર અંશની પૂર્તિ માટે મહાવિદેહ ક્ષેત્રમાં જવું પડે કે અહીંયા થાય ?
૪૧૧
દાદાશ્રી : જવું જ પડે ને ! મહાવિદેહ ક્ષેત્રમાં તો જવું પડશે. કારણ કે અહીંથી સીધું થાય એવું નથી. કારણ કે કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલો મનુષ્ય જોઈએ, એના ખાલી દર્શનથી જ મુક્તિ ! એ છેલ્લા દર્શન કરવાના બાકી રહી ગયા. લોક કહેશે, બધેય જાત્રા ફરી આવ્યા પણ રણછોડજી તો બાકી રહી ગયા, એવું નહીં ? રણછોડજીની જાત્રા પૂરી કરે ત્યારે જાત્રા પૂરી થઈ કહેવાય. એવું અહીં આગળ અમારી પાસે છેલ્લા દર્શન છે, પણ આની આગળ એક દર્શન રહ્યા, જો એ દર્શન થાય તો મુક્તિ થઈ જાય. એ દર્શન અહીં થવાના નથી, આ ભૂમિકામાં નથી.
'લોક'તા સર્વે જ્ઞેયો, દેખાય કેવળજ્ઞાતમાં
પ્રશ્નકર્તા : એ ક્ષેત્રે કેવળજ્ઞાન થાય તો આપણને ખબર પડે ?
દાદાશ્રી : હા, કેમ ના ખબર પડે ? કેવળજ્ઞાન થાય એટલે આપણને ખબર કેમ ન પડે ? પોતે આખી દુનિયા જોઈ શકે એટ-એટાઈમ. જ્યાં બેસે ત્યાં આખી દુનિયા જોઈ શકે.
પ્રશ્નકર્તા : બ્રહ્માંડની બધી વસ્તુ કેવી રીતે દેખાય ?
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા થયો એટલે બધા શેયો દેખાય.
પ્રશ્નકર્તા : તીર્થંકરો સિદ્ધક્ષેત્રનું જે વર્ણન કરે છે, એ જ્ઞાનીઓને બધું દેખાતું હશે ?
દાદાશ્રી : કેવળજ્ઞાન થયા પછી બધું દેખાય.
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન એટલે લોકાલોકનું સ્વરૂપ દેખાય એ ?
દાદાશ્રી : લોકાલોકનું સ્વરૂપ દેખાય એ વાત સાચી છે. લોક અને અલોક, એના ઉપરથી લોકાલોક બન્યું. કોને લોક વિભાગ કહે છે કે જેમાં શેય વસ્તુઓ છે અને અલોકમાં જ્ઞેય વસ્તુ નથી. અલોકમાં આકાશ એકલું