________________
(૭.૪) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી
દાદાશ્રી : સાડા બાર હજાર માણસ એકાવતારી થશે, એટલો સ્કોપ છે. બીજો સ્કોપ જ નથીને ! એટલે આના તો (ટોળાં) ના હોયને, આ તો બધું ગુપ્ત રીતે ચાલ્યા કરે છે.
૪૦૭
કાળ અને કર્મોતા હિસાબે અટક્યું, વર્તતરૂપ કેવળજ્ઞાન
કેવળજ્ઞાન આ સત્તા નથી. સત્તા એટલે આચરણરૂપે નહીં આવે, કેવળજ્ઞાન વર્તનરૂપે નહીં આવે, સમજરૂપે આવશે. કારણ કે અત્યારે વર્તનરૂપે કેવળજ્ઞાન બંધ થઈ ગયું છે, આ દુષમકાળનાં નિમિત્તે. ભગવાને ના પાડેલી છે. સમજરૂપે કેવળજ્ઞાન આવશે અને તે પાછું કલાકમાં થઈ જાય એવું છે.
આ દાદાનો સંગ, એ સત્સંગ તો શુદ્ધાત્માનો સંગ, છેલ્લામાં છેલ્લો સંગ અહીં અપાય છે. કેવળજ્ઞાન સિવાય બીજું કશું જ અપાતું નથી. જ્ઞાન તો એનું એ જ રહે, પણ જે પ્રવર્તન રહેવું જોઈએ તે કાળને આધારે રહે નહીં.
અમે તમારી, અમારી અને કેવળી ભગવાનની વચ્ચે બહુ ફેર નથી રાખ્યો. વીતરાગ એટલે મૂળ જગ્યાનું, સ્વરૂપનું જ્ઞાન-દર્શન તે. અમે તમને આખું કેવળજ્ઞાન અને કેવળદર્શન આપીએ છીએ. તે તમને સંપૂર્ણ કેવળદર્શન ઉત્પન્ન થાય છે અને કેવળજ્ઞાન ત્રણસો સાઈઠ ડિગ્રીનું સંપૂર્ણ નથી પચતું, કાળને લીધે. ત્રીજો-ચોથા આરા બેઉ એવા હોય છે કે કેવળજ્ઞાન થતા વાર ન લાગે. જો કદી સહેજે તરત સમતાપૂર્વક સહન કરી લીધું તો કેવળજ્ઞાન થઈ જાય.
પ્રશ્નકર્તા : દાદા, આજે માણસ કેટલું કેટલું સહન કરે તોય કંઈ થતું નથી.
દાદાશ્રી : તે દહાડે દેવા નહીંને કોઈ જાતના ! દેવું નામ નહીં, નફો ખરો અને આજે તો પાંચ-પાંચ કરોડ તો દેવા બળ્યાં ! દેવા છેને ? એ બધું શું લઈને આવ્યા છે ? બાકી કેવળજ્ઞાન તો પ્રાપ્ત થયું તમને પણ આ કાળને લઈને ટચ થતું નથી.