________________
४०८
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા ઃ કાળનો એવિડન્સ ખૂટે છે ?
દાદાશ્રી : કાળ જોઈએને ! આપણે રાત પડે, બે વાગે ચણા લેવા નીકળીએ તે કોણ આપે ? દહાડે મળે. એ તો એના કાળ પ્રમાણે બધું કામ થાય. અત્યારે વેદાંતે આ ભયંકર કળિયુગ કહ્યો છે ને જૈનોએ દુષમકાળ કહ્યો છે એવા વિચિત્ર કાળમાં આ કેવળજ્ઞાન આપેલું છે. કેવળ આત્મા એનું નામ કેવળજ્ઞાન. આ આત્મા સિવાય કોઈ ભેળવાળી વસ્તુ નથી આમાં. કેવળ નિર્ભેળ આત્મા આપ્યો છે. એ કેવળજ્ઞાન આપેલું છે પણ કેવળજ્ઞાન વર્તવા નથી દેતું. બહારના અંતરાયો તૂટ્યા નથી એટલે કેવળદર્શન સુધી રહે છે આ કાળમાં. બધા અંતરાય તૂટે એવા નથી એટલે આ કાળમાં પચે એવું નથી.
ચોથા આરામાં કેવળજ્ઞાન સુધી જઈ શકાતું, અત્યારે લાયક સમકિત સુધી જઈ શકાય. કૃષ્ણ ભગવાન જે પામ્યા'તા ત્યાં સુધી. એટલે લાયક સમકિત તમને પ્રાપ્ત થયું એટલે કર્મ બંધાય નહીં હવે. પછી તમે
ઓફિસમાં જાવ-આવો, બધું કરો પણ કર્મ બંધાય નહીં, ત્યાં સુધીનો કાળ છે આ. તે જ્ઞાની પુરુષ સો ટકા આપી દે એટલે થઈ ગયું.
આ નિરંતર જાગૃતિ છે. એટલે હવે એ ફુલ ફલેજમાં (સંપૂર્ણ) થશે એને કેવળજ્ઞાન કહેવાય. એટલે આ નિરંતર પ્રતીતિ ઉત્પન્ન થઈ ગઈ. એક ક્ષણ પણ પ્રતીતિ ના જાય, “હું શુદ્ધાત્મા છું' એ.
પ્રશ્નકર્તા તો તો કેવળજ્ઞાન જ થઈ જાય.
દાદાશ્રી : એ તો થઈ જ જશે. આ કેવળજ્ઞાન શાથી અટક્યું છે આ બધાને ? ત્યારે કહે, આ કાળ નડે છે. આ ક્ષેત્ર નથી નડતું પણ આ કાળ નડે છે. તે ભલેને નડે. આપણને ના થાય તો વાંધોય શું છે ? કેવળજ્ઞાન જેવું સુખ વર્તતું હોય તો શું વાંધો છે ?
પ્રશ્નકર્તા ઃ અંશ થયું હોય તોય ઘણું છે. દાદાશ્રી : આ તો અંશ જ બાકી છે.