________________
(૭.૪) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી
૪૦૧
દાદાશ્રી : ના, ભાન થાય છે, જ્ઞાન નથી થતું. એ જે(પોતાનું) ભાન જતું રહ્યું છે, એ ભાન થાય છે એને.
પ્રશ્નકર્તા: એ ભાન પછી જ્ઞાન સુધી પરિણમે છે? દાદાશ્રી : થઈ રહ્યું, ભાન થયું એટલે ખલાસ, કામ પૂરું થઈ ગયું ! પ્રશ્નકર્તા એટલે એને જ્ઞાનમાં જ આવી ગયું કહેવાય ?
દાદાશ્રી : પછી જેટલા માઈલ ઊંધો ચાલ્યો હતો એટલા માઈલ પાછો આવે એટલે થઈ ગયો એકદમ કમ્પ્લીટ.
પ્રશ્નકર્તા: એને કહ્યું કે ભાન આવ્યું કહેવાય, જ્ઞાન ના કહેવાય, તો ભાનમાં, દર્શનમાં અને જ્ઞાનમાં ફરક શું ?
દાદાશ્રી : એ ભાન તો દર્શનથી આગળની વસ્તુ છે. પહેલા દર્શન થાય એટલે પ્રતીતિ પહેલી બેસે કે આ કહે છે એમ જ છું હું. હું ખરેખર આ ચંદુલાલ નથી, એવી એની પ્રતીતિ બેસે, પછી એને ભાન થાય. એનું સંપૂર્ણ ભાન પછી થાય એને.
પ્રશ્નકર્તા : એટલે ભાન થાય છે, અને એ પછી હજુ આગળ જ્ઞાન રહ્યું ?
દાદાશ્રી: એ ભાન એ જ જ્ઞાનની નિશાની. રોજ રોજ ભાન અંશ જ્ઞાન થતું જાય. જેટલો અનુભવ, અંશ જ્ઞાન, થતો જાય એટલું ભાન થતું જાય. સંપૂર્ણ ભાન પ્રગટ થયું એટલે પછી વર્તનમાં આવે અને વર્તન એ કેવળજ્ઞાન છે.
તમામ અનુભવ પછી મંડાય, કેવળજ્ઞાતની શ્રેણીઓ
પ્રશ્નકર્તા અમારા માટે અવિનાશી તરફ જવા માટેનો કોઈ સરળ માર્ગ ખરો ?
દાદાશ્રી: નહીં, આ કુદરત જ છે તે અવિનાશી તરફ જ આ પ્રવાહ જઈ રહ્યો છે. ચઢ-ઉતર થયા પછી, અનુભવ બધા કરાવ્યા પછી
ગળ જ્ઞાન