________________
૪૦૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પછી. આ ભૂમિકામાં પચે એવું નથી. ભૂમિકા બદલાય ત્યારે પચે. મહાવિદેહ ક્ષેત્રમાં જાય ત્યારે પચી જાય. એ પચે ત્યારે ફળ આપે. પ્રાપ્ત થયું શુદ્ધાત્મા પદ, મૂળ આત્માનું નિઃશંકપણું થતાં પ્રશ્નકર્તા: હવે આ દેહે પ્રકાશ પ્રાપ્ત થઈ શકે આપના જેવો ?
દાદાશ્રી : ત્યારે બીજા કયા દેહે થાય ? મનુષ્ય સિવાય બીજા કોઈ દેહે નહીં ને પાછો હિન્દુસ્તાનનો હોવો જોઈએ, હિન્દુસ્તાનનો ! અમારે થયો છે તે પ્રકાશ, એવો જ પ્રકાશ થયો છે. તમને થયો ને પ્રકાશ ? તેય થોડો થોડો દેખાવા માંડ્યોને ? બીજનો ચંદ્રમા ઊગ્યો કે નથી ઊગ્યો ?
પ્રશ્નકર્તા: હું મારી જાત માટે કહું એ ઠીક નથી, પરંતુ જે જાણનાર છે એ તો પ્રકાશી જ રહ્યો છે. એ જાણનાર તો પ્રકાશમાન છે, એને કંઈ લેવા જવાનો નથી.
દાદાશ્રી : “હું શુદ્ધાત્મા છું એ કેટલો વખત યાદ રહે છે ? પ્રશ્નકર્તા ઃ એક ઘડી પણ વીસરતો નથી.
દાદાશ્રી : ત્યારે એ પ્રકાશને તમે જોઈ રહ્યા છો ને તેમાં તદાકાર થઈ રહ્યા છો પાછા. જોઈ રહ્યા એકલાથી ના ચાલે, જે જુઓ તેમાં તદાકાર થવાય. જે એનો આકાર છે તે તદાકાર થઈને ઊભો રહે. એટલે હવે એ જ દિશામાં જઈ રહ્યા છો.
એટલે અમારામાં ને તમારામાં ફેર શો ? “અમે કેવળજ્ઞાન સ્વરૂપે રહીએ છીએ અને “તમે મહાત્માઓ “શુદ્ધાત્મા' તરીકે રહો છો. તમને મૂળ આત્માની જે શંકા હતી તે જતી રહી, એટલે બીજી શંકાઓ જતી રહે. શુદ્ધતા માટે નિઃશંકપણે ઉત્પન્ન થાય, ત્યાર પછીનું પદ એટલે ‘કેવળજ્ઞાન સ્વરૂપ” “આપણું !
સંપૂર્ણ ભાત પ્રગટ્ય, વર્તતે કેવળજ્ઞાત પ્રશ્નકર્તા તો આ જ્ઞાનવિધિથી અમને પૂર્ણ જ્ઞાન નથી થતું?