________________
(૭.૪) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી
૩૯૭.
દાદાશ્રી: હા, શરૂઆત થઈ, બિગિનિંગ થઈ ગઈ. અંશે કેવળજ્ઞાન, સર્વાશ નહીં પણ અંશે કેવળજ્ઞાન અને કેવળજ્ઞાનના કારણો બીજા સેવી રહ્યાં છે. કાર્ય કેવળજ્ઞાન નથી પણ કારણ કેવળજ્ઞાન તો છે જ.
આ કોઈ ગજબનું પદ છે ! દુનિયામાં કલ્પેલું ના હોય એવું પદ છે ! એ પોતાની સ્ત્રીની સાથે રહેવા છતાંય મોક્ષ છે, નહીં તો બધા પરિગ્રહ છોડ્યા વગર આગળ એક પગથિયુંય ના ચઢાય.
અક્રમ વિજ્ઞાને થયા મુક્ત, આરંભ-પરિગ્રહથી
કૃપાળુદેવે કહ્યું, આત્મા તો જ્ઞાનીના હૃદયમાં છે. ચોપડીઓમાં સ્થળ આત્મા છે. એ સ્થળ આત્મા કામમાં લાગે નહીં, સૂક્ષ્મતમ આત્મા જોઈએ. જેને કેવળજ્ઞાન કહેવાય એ જોઈએ. એ સૂક્ષ્મતર સુધી તો પહોંચવું જોઈએ ને ? અમે સૂક્ષ્મતર સુધી પહોંચ્યા છીએ. એવું આ વિજ્ઞાન છે. હવે સૂક્ષ્મતમમાં જવાનું બાકી છે. ક્રમિકમાં મોટા સાધુ હોય પણ તોય એક પરિગ્રહ હોય ને, તો એક પરિગ્રહ નહીં છોડે ત્યાં સુધી કૃપાળુદેવે શું કહ્યું?
પ્રશ્નકર્તા: આરંભ-પરિગ્રહથી નિવર્સે...
દાદાશ્રી : કૃપાળુદેવે લખ્યું, આરંભ-પરિગ્રહ ના છૂટે તો શ્રુતજ્ઞાન કેવી રીતે થાય અને અવધિજ્ઞાને ક્યારે થઈ રહે? અને આત્મજ્ઞાન ક્યારે થાય ? અને તમે મહાત્માઓ તો આરંભ-પરિગ્રહની અંદર રમો છો અને કેવળજ્ઞાનની નજીક છે. કેવળજ્ઞાન થયેલું છે પણ પચ્યું નહીં આ.
ભગવાને આ આરંભ-પરિગ્રહની વાત કરી, કે આરંભ-પરિગ્રહ પરિનિવર્ચે. તો પરિગ્રહ એટલે આ અમે છોડીએ, આ ત્યાગ કરીએ તો પરિગ્રહ જાય એવું સમયે લોકો હવે આ ત્યાગ કરશે ને મૂછ તો રહે છે, તે ઊલટું ઊંધું થયું. આના કરતા સંસારીઓ સારા કે આમને તો મૂછય છે ને પરિગ્રહ બેઉ છે, અને આમને તો પરિગ્રહ છોડ્યા ને મૂછ પાર વગરની છે. ક્રોધ-માન-માયા-લોભ જેવી મૂછ કોઈ નથી.
હવે જ્ઞાન પછી તમારે મૂછ ગઈ એટલે પરિગ્રહો ગયા. ગ્રહ છે તે પરિગ્રહ ક્યારે ના થાય ? મૂછ ના હોય તો. ગ્રહો તો છે જ પણ