________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પરિગ્રહ ના થાય કશું. એને ગ્રહો જ્ઞેયસ્વરૂપ છે. અને આરંભ કોને કહેવાય ? ‘હું અકર્તા છું' એ ભાન થયું એટલે આરંભ ગયું.
૩૯૮
આરંભ ને પરિગ્રહ બેઉ પરિનિવર્સે થઈ ગયા. એટલે આ કેવળજ્ઞાનના કારણ સેવાય છે, આપણા મહાત્માઓને. આ કંઈ જેવી તેવી વાત નથી, આ તો અજાયબ વસ્તુ છે ! પણ હવે આ બાળકના હાથમાં હીરો આવી ગયો છે.
આ તો અજાયબ જ્ઞાન આપેલું છે. રાતે જ્યારે જાગો ત્યારે હાજર થઈ જાય કે ‘હું શુદ્ધાત્મા છું'. તમે જ્યાં કહેશો ત્યાં હાજર થશે અને બહુ મુશ્કેલી આવે તો નિરંતર જાગ્રત રહેશે. બહુ મોટી મુશ્કેલી આવી અને એથી વધારે મુશ્કેલી આવી, બોમ્બ પડવા માંડ્યા તો તો પછી ગુફામાં જ પેસી જશે, કેવળજ્ઞાની જેવી દશા થઈ જશે ! બહાર બોમ્બ પડવા જોઈએ તો કેવળજ્ઞાની જેવી દશા થઈ જાય એવું જ્ઞાન આપેલું છે.
કંઈક નિર્મળતા હશે, માટે મળ્યા દાદા ભગવાત
પ્રશ્નકર્તા : શાસ્ત્રો તો એમ કહે છે, કેવળજ્ઞાન થાય જ નહીં અત્યારે.
દાદાશ્રી : ખરું કહે છે, આ મને જ ના થયું તે ! ચાર અંશે બાકી રહ્યું. ત્રણસો છપ્પને આવીને ઊભું રહ્યું. ત્રણસો સાઈઠ હું ગયેલો, કેવળજ્ઞાન જ થયેલું પણ પચ્યું નહીં. પણ પ્રકાશ ખરો.
કારણ કે આ દુષમકાળનો સ્વભાવ જ એવો છે કે કેવળજ્ઞાન પ્રગટ જ ના થાય અને પ્રગટ થાય તો મોક્ષે જાય, પણ એમ મોક્ષે જાય નહીં, અપ્રગટ રહે. અમારું જ્ઞાન કેવળજ્ઞાન છે પણ અપ્રગટ રહેલું છે. એટલે અમે કહીએ, પચતું નથી કેવળજ્ઞાન.
મેં તમને કેવળજ્ઞાન આપ્યું છે, પણ આ જ્ઞાન પચતું નથી, એટલે તમને થોડા અંશે ઓછું રહેશે. મને ચાર અંશે ઓછું રહે છે, તો તમને એથી વધારે અંશે ઓછું રહે. નથી પચતું તેનો વાંધો શો છે ? આપણું જ્ઞાન કોઈને વાંધો આવે એવું નથી.