________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
અંશે અંશે મોક્ષ થતો જ જવાનો, એકદમ મોક્ષ થતો નથી. કેવળજ્ઞાનેય અંશે અંશે થતું જાય છે. કેવળજ્ઞાનેય એકદમ નથી ઝબકતું. એટલે આપણે જ્ઞાન આપ્યા પછી અંશે, બે અંશે કેવળજ્ઞાનમાં અંશો ઉત્પન્ન થાય છે જ. એ અંશ કેવળજ્ઞાન કહેવાય છે.
૩૯૬
જેટલા અંશે આત્મસ્વભાવ પ્રગટ થતો જાય તેટલા અંશે કેવળજ્ઞાન પ્રગટ થતું જાય. અમુક ભાગ આવ્યા પછી, ત્યાર પછી સર્વાંશે થાય. સર્વાંશે આત્મસ્વભાવ પ્રગટ થાય ત્યારે સર્વાંશે કેવળજ્ઞાન કહેવાય. એટલે એબ્સૉલ્યૂટ થાય. એક્સૉલ્યૂટ કેવળજ્ઞાન એ પરમાત્મ પદ છે.
પેલું આંશિક જ્ઞાન એ આંશિક કેવળજ્ઞાન કહેવાય. ત્રણસો છપ્પન ડિગ્રી કે ત્રણસો પાંચ ડિગ્રી એ આંશિક કેવળજ્ઞાન પણ ઉત્પન્ન થાય. મને ત્રણસો છપ્પન અંશે કેવળજ્ઞાન થયેલું છે, ચાર અંશે બાકી છે. અને જેટલું દેખાય છે એટલા કેવળજ્ઞાનના અંશ મને દેખાય છે.
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન પણ આંશિક હોય ખરું ?
દાદાશ્રી : આંશિક એટલે ખરેખર કેવળજ્ઞાન હોતું નથી. આંશિક જ્ઞાન કહીને એને એમ બતાડવામાં આવે છે કે આ માર્ગ, કેવળજ્ઞાન તરફ જ જઈ રહ્યો છે.
આ જ્ઞાન મળ્યું ને આજ્ઞા પાળો છો, ત્યારથી કેવળજ્ઞાનના અંશો ભેગા થવાની શરૂઆત થઈ જાય છે. પછી બે અંશ, ચાર અંશ એમ કરતા કરતા ત્રણસો સાઈઠ અંશ પૂરા થાય, ત્યારે કેવળજ્ઞાન થાય. ત્રણસો છપ્પન અંશ મને રહ્યું. આ તમને અંશો ભેગા થતા થતા ત્રણસો છપ્પન અંશ સુધી જશેને ? રિયલ વ્યૂ પોઈન્ટ અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ ભાવમાં નિરંતર રહે તે કેવળજ્ઞાન. એ ભાવ પૂરો થયે સંપૂર્ણ કેવળજ્ઞાન
થાય.
ગજબતું પદ આ ! કારણો સેવાય કેવળજ્ઞાનતા
પ્રશ્નકર્તા : જ્ઞાન એટલે સહજ આત્મસ્વરૂપનું જ્ઞાન થવું, એ કેવળજ્ઞાનની ભૂમિકા જ થઈ ગઈ ને ?