________________
(૭.૪) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી
૩૯૫
જ્ઞાનવિધિ રૂપી ઐશ્વર્ય, પમાડે (અંશ) કેવળજ્ઞાત પ્રશ્નકર્તા : આ જ્ઞાનવિધિ છે એ આપે બનાવેલી છે ?
દાદાશ્રી : એ ઉદયમાં આવેલી છે. આ અમારું ઐશ્વર્યા છે, એ પ્રગટ થયેલું છે.
પ્રશ્નકર્તા એની અંદર ગજબની શક્તિ છે !
દાદાશ્રી : એક્કેક્ટ કેવળજ્ઞાન ! આખી જ્ઞાનવિધિ કેવળજ્ઞાન છે ! આ મારી શક્તિ નથી, ઐશ્વર્ય પ્રગટ થયું છે. બે કલાકમાં મોક્ષ આપે એવું ઐશ્વર્ય! દાદાની જ્ઞાનવિધિ થાય તેનો મોક્ષ થઈ જાય, આત્મજ્ઞાન થઈ જાય. નહીં તો લાખ અવતારેય ઠેકાણું ના પડે.
આ જ્ઞાન ભેદવિજ્ઞાન છે. એ તો મતિજ્ઞાનની ટૉપ ઉપરનું જ્ઞાન છે અને સો ટકા મતિજ્ઞાન એ કેવળજ્ઞાન કહેવાય. એટલે આ લગભગ છનું ઉપર સતાણું ટકા હોય છે એટલે એ ભેદવિજ્ઞાન કહેવાય અને સો ટકા એ કેવળજ્ઞાન કહેવાય.
પ્રશ્નકર્તા: તો પછી ભેદજ્ઞાન એ સર્વસ્વ જ્ઞાન એમ કહેવાય ?
દાદાશ્રી : ભેદજ્ઞાન એ જ સર્વસ્વ જ્ઞાન અને એ જ કેવળજ્ઞાનનું મોંબારું છે ! એટલે બિલકુલ શુદ્ધ જ્ઞાન એ જ પરમાત્મા છે, બીજું કશું નહીં. દેહધારીરૂપે આવું શરીર પરમાત્માને હોતું નથી, એ નિર્દેહી છે. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, કેવળજ્ઞાન સ્વરૂપે છે. એ બીજા સ્વરૂપમાં છે જ નહીં.
ભગવાને તેથી કહેલું કે આત્મજ્ઞાન જાણો. આત્મજ્ઞાન અને કેવળજ્ઞાન'માં બહુ લાંબો ફેર જ નથી. આત્મજ્ઞાન જાણ્યું એ “કારણ કેવળજ્ઞાન” છે ને પેલું કાર્ય કેવળજ્ઞાન’ છે !
થયું અંશ કેવળજ્ઞાત, આજ્ઞા પાળે થાય સંપૂર્ણ
આપણને અહીં જ્ઞાન મળેને, આત્મજ્ઞાન, તે પછી અંશ કેવળજ્ઞાન થાય પહેલું. પછી એ અંશ ધીમે ધીમે વધતા વધતા સર્વાશ થાય.