________________
(૭.૪) જ્વળજ્ઞાતની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી પંચાડ્રા પુરુષાર્થે તે કૃપા પ્રસાદીએ, થશે કેવળજ્ઞાત પ્રશ્નકર્તા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? દાદાશ્રી જ્ઞાની પુરુષ પાસે જઈને. જ્ઞાની પુરુષ મોક્ષદાતા કહેવાય.
પ્રશ્નકર્તાઃ આપ જેટલા “જ્ઞાની” છો તેટલું જ્ઞાન મેળવવા શું કરવું જોઈએ ?
દાદાશ્રી : એમની (જ્ઞાનીની) પાસે બેસવું. એમની કૃપા પ્રાપ્ત કરવી. બસ બીજું કશું કરવાનું નથી. “જ્ઞાનીની કૃપાથી જ બધું થાય. કૃપાથી “કેવળજ્ઞાન” થાય.
પ્રશ્નકર્તા: કેવળજ્ઞાન આપે તો મળે કે પોતે પુરુષાર્થ કરે તો મળે?
દાદાશ્રી : કેવળજ્ઞાન તો પુરુષાર્થનું ફળ નથી. કેવળજ્ઞાન તો કેવળજ્ઞાનીની કૃપા પ્રસાદી છે, ઈનામ છે. બીજું કશું જ નહીં, પ્રસાદી જ ! પુરુષાર્થથી કશું ના થાય.
અહીં અમે જ્ઞાન આપીએ છીએ, તે એક સમય શુદ્ધ ચિત્તને પામે છે. આ જ્ઞાન કેવળજ્ઞાન થતા સુધી છોડતું નથી, એક સમયની જ જરૂર છે. એક સમય થયું જ નથી જગતને. એક સમય જગતે જોયું જ નથી, સાંભળ્યું જ નથી, આત્મામય થયો નથી. એક સમય થઈ ગયું તો થઈ રહ્યું, કેવળજ્ઞાન સુધી એ છોડે નહીં પછી.