________________
(૭.૩) દશા – જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની
નામ જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ જવાબદાર કહેવાય. ભગવાન મહાવીરના જેટલી જવાબદારી કહેવાય. કારણ કે ભગવાન મહાવીરથી બહુ ફેર નથી એ. બે-ત્રણ માર્કે નાપાસ થયા પણ તે કંઈ ભગવાન મહાવીરથી ગયા ? એ તો સાત વાગ્યે આપણે દહીંની છાશ કરીને પી જોઈએ, તેને બદલે બે કલાક વધુ એટલે નવ થયા હોય તો ખટાશ ના થઈ જાય ? એવું ! એની એ જ છાશ જરા ખાટી થઈ જાય, ટાઈમિંગ ફરી ગયો તેથી. પણ કેવળજ્ઞાન અમે કંઈ જોયું નથી એવું નથી, જોયેલું જ છે પણ અમારા લક્ષમાં નથી આવતું. સમજમાં છે, સમજાય ખરું, દેખવામાં નથી આવતું. સમજમાં આવેલું પોતે જાણે ખરા પણ તેમાં વર્તી ના શકે.
૩૯૩
સમજમાં પૂર્ણ પણ અતુભવતી કચાશ
આત્મા, જે તીર્થંકરોએ કેવળજ્ઞાનમાં જાણ્યો, એ આત્મા મેં જોયો છે. સંપૂર્ણ નિર્ભય બનાવી શકે, સંપૂર્ણ વીતરાગ રાખી શકે, એવો એ આત્મા છે. પણ સંપૂર્ણપણે મને હજી અનુભવાયો નહીં, કારણ કે કેવળજ્ઞાન ન હોવાથી સંપૂર્ણપણે અનુભવાયો નહીં એટલે એટલી કચાશ રહી છે.
મને સમજમાં આવી ગયું, અનુભવમાં ના આવ્યું અને એ મારે ઉતાવળ નથી. એ જો ઉતાવળ કરું તો આ લોકોનું કામ થાય નહીં, અમે એક જાતે ચાલ્યા ગયા તો આ બધું લોક રખડી મરે. આવ્યા છીએ તે આ બધાનું કામ કંઈ થઈ જવા દોને ! હઉ થશે, બે અવતાર પછી આવશે એની મેળે, ક્યાં જવાનું છે હવે આવેલું ? આવેલું કંઈ જતું રહે નહીં અને લોકોના માટે નિમિત્ત છું.