________________
૩૯૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
બાકી કેવળી કહેવાય નહીં અત્યારે. કેવળી કહેનારનેય દોષ છે અને સાંભળનારનોય દોષ છે ને કેવળી થઈ બેઠો હોય તેનેય દોષ છે. આ જોખમદારી છે. વીતરાગોના માર્ગમાં એક વાળ જેટલી ભૂલ નહીં ચાલે, પોલ ના ચાલે, બીજે બધે પોલ ચાલે. કારણ કે આ કાંટો બધો જુદી જાતનો વીતરાગોનો.
તેથી અમે કેવળજ્ઞાનની આરાધના કરીએ છીએ, ને તેથી કારણ સર્વજ્ઞ લખવાનું ને ! જે સર્વજ્ઞ થવાનાં કારણોનું સેવન કર્યા કરે છે.
જોયું કેવળજ્ઞાન પણ ના પચ્યું, વર્તે અધૂરું પ્રશ્નકર્તા: જે આત્માને સહજ અનુભૂતિ દશા છે, જ્ઞાનીને જે સહજ અનુભૂતિની દશા છે, તો એમાં અનંત પ્રદેશ છે તો એને અમુક જ પ્રદેશોનું કેમ એને અનુભવ થાય છે ?
દાદાશ્રી : જેટલો પ્રદેશ ખુલ્લો થયો એટલો અનુભવ થાય. જેમ જેમ પ્રદેશ ખુલ્લા થતા જાય, એટલે કેવળ થતા સુધી તે ખુલ્લા થાય છે. કેવળ એટલે એબ્સૉલ્યુટ થતા સુધી. હું એબ્સૉલ્યુટની નજીક છું બિલકુલ. એબ્સૉલ્યુટ મેં અનુભવેલું છે પણ પચ્યું નથી મને.
અમારું અમને સમજમાં આવે અને તીર્થકરોને જ્ઞાનમાં દેખાય. જ્ઞાની પુરુષ જોઈને (સમજથી) કહી શકે, જ્યારે તીર્થકરો જોઈને અને જાણીને (સમજ અને જ્ઞાનથી) કહી શકે.
સર્વજ્ઞના જ્ઞાનમાં કશું બાકી ના રહે. અનંતી બાબત જાણી શકે. એ સર્વજ્ઞના જ્ઞાનમાં જે છે એ અમારી સમજમાં આવી ગયું છે પણ જ્ઞાનમાં નથી આવી ગયું. આ અમારું જ્ઞાન તીર્થકર કરતા ઓછું છે, ચાર ડિગ્રી. કારણ કે એમને જે દેખાય, એ અમને સમજાય ખરું કે “આમ આમ હોવું જોઈએ. પણ જણાય નહીં. જણાય એટલે જ્ઞાનમાં આવવું જોઈએ. તે જાણવાનું બાકી રહ્યું, એટલે અમે જ્ઞાનીમાં અને એમનામાં ફેર રહ્યો.
જ્ઞાની કોનું નામ કહેવાય કે આ દુનિયામાં જે છે, જેનું અસ્તિત્વ છે તેને “નથી” એવું ના કહે અને જે “નથી” એને “છે' ના કહે એનું