________________
કેવળજ્ઞાનીઓએ આત્મા કેવો જોયો ? મૂળ આત્મા, ચેતન સ્વરૂપે છે. ચેતન વપરાય નહીં, ખલાસ થાય નહીં, નાશ થાય નહીં અને અચળ સ્વભાવનો છે, ક્યારેય ચંચળ થયો નથી, ચંચળ થાય છે એ મિકેનિકલ આત્મા છે.
ચકલી અરીસામાં પ્રતિબિંબને ‘હું છું’ માને એવી ભ્રમણા ઊભી થઈ છે. માણસ પડછાયાને ‘હું છું’ માને છે. ખરા આત્માને ઓળખે તો કલ્યાણ થઈ જાય.
જે સંસારમાં રચ્યોપચ્યો રહે છે, તે આત્મા તો મિકેનિકલ ચેતન છે. આ મિકેનિકલ ચેતન વિજ્ઞાનથી ઊભો થઈ ગયો છે.
સચરાચર જગતમાં માણસને પોતાની જાતનું ભાન થાય તો મૂલ્ય, નહીં તો કશુંય મૂલ્ય નહીં.
મૂળ આત્મા અચળ છે, પોતે અચળ છે, પણ પોતાને રોંગ બિલીફ બેઠી કે ‘હું ચંદુ છું’, એનાથી સચળ ઊભું થઈ ગયું છે. માત્ર એટલું ભાન થાય કે અચળ ભાગમાં આત્મા છે, તો મોક્ષ થાય.
ખરી રીતે આત્મા પોતે અચળ જ છે, પણ આ પોતાની રોંગ માન્યતા સચળ છે. એટલે મિકેનિકલને ભજે તો મિકેનિકલમાં રહે અને દરઅસલને ભજે તો દરઅસલ થાય. જ્યાં સુધી સચળની માન્યતા તૂટે નહીં ત્યાં સુધી અચળ થાય નહીં.
‘હું કોણ છું’ એવું ભાન થાય કે કોઝીઝ બંધ થાય. પછી સચળ ઊડી જાય, પછી પોતે અચળ થઈ જાય, તો મોક્ષે જાય. એ ભાન જ્ઞાની પુરુષ કરી આપે.
આ ચંચળને સ્થિર કરવામાં ટાઈમ નકામો જાય છે ને ઈગોઈઝમ વધતો જાય છે. આત્મા અચળ છે, પોતે અચળ છે એ ભાન કરવાની જરૂર
છે.
સચળમાંથી અચળમાં જવા માટે અચળ સ્વરૂપ મૂળ આત્મા છે તે લક્ષમાં રહેવું જોઈએ. પોતે અજ્ઞાનતાથી સચળમાં વર્તે છે, પણ મારું મૂળ સ્વરૂપ અચળ છે, એવું લક્ષમાં રાખવાનું છે. સચળને અચળ કરવાનું નથી.
47