________________
(૭.૩) દશા – જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની
૩૭૩
મારી જાતિ જુદી છે આખી, તે આ કેવળજ્ઞાનની જાતિ છે. હું તો આ કેવળજ્ઞાનમાં ફક્ત નાપાસ થયેલો છું એટલું જ. મને એ વાંધો નથી. મને તો એમાં શું? મને તો એ મોક્ષ વહેલો મળ્યો કે મોડો મળ્યો, મને પોતાને નિરંતર મોક્ષ વર્તે જ છે. મોક્ષ એટલે મુક્તભાવ, ભાવથી મુક્ત. દુનિયાનો કોઈ ભાવ એવો નથી કે જે પ્રવેશ પામે. એ એને જ્ઞાની પુરુષને બાંધે નહીં ભાવથી. દુનિયાનો ભાવ કોઈ પણ બાંધે, લોકો કશું જુએ ને કંઈક બાંધે, એવું અમે ન બાંધીએ, એટલે લોકોને લાભકારી છે. આટલો નાપાસ થયો છું, તે લોકોને લાભ થાય છે.
આવું બન્યું જ નથી વર્લ્ડમાં, આ દસ લાખ વર્ષમાં બન્યું નથી આવું! ધીસ ઈઝ ધી ફર્સ્ટ ટાઈમ.(આ પહેલી વાર છે.) કારણ કે જે ડિગ્રીએ કેવળજ્ઞાન થાય, તે ડિગ્રીમાં નાપાસ થયેલો માણસ પડી રહેતો નથી. આ હું એકલો જ પડી રહેલો છું, તેનો તમારે ભાગે આવ્યો છું. તમને સમજાય છે ને ?
પ્રશ્નકર્તા: હા, હા, દાદા.
દાદાશ્રી : આખા જગતનો ફોડ પાડવા માટે આવ્યો છું. નિમિત્ત છું અને મારે મોક્ષે જવાની ઉતાવળ નથી. હું મોક્ષમાં જ રહું છું, કાયમને માટે. બધાને મોક્ષ હોય, મારે સંપૂર્ણ મોક્ષ હોય.
અક્રમ જ્ઞાત ઉદય આ, વિક્રમની ટોચે બિરાજે
અક્રમ જ્ઞાન છે ને, તે વિક્રમ ટોચ ઉપર બેઠેલું છે. ત્યારે કહે, જ્ઞાની વિક્રમ ટોચ નહોતા ઉત્પન્ન થતા ? ત્યારે કહે, કેવળજ્ઞાનીઓ જે દેશમાં ઉત્પન્ન થયા ત્યાં શું ના હોય? પણ કહે છે, વિક્રમ ટોચ ઉપર આ નહોતા ઉત્પન્ન થતા. કારણ કે વિક્રમ ટોચ તો કેવળજ્ઞાનમાં નાપાસ થયેલો હોય તેને એકલાને જ હોય. એ નાપાસ થતા જ નહોતા ને હું એકલો જ નાપાસ થયેલો છું. કેવળજ્ઞાનમાં નાપાસ થયો, કાળના આધીન. એટલે આ વિક્રમ ટોચ મારે એકલાને ભાગે જ આવી છે, નહિતર તો કેવળજ્ઞાન થઈ જ જાય !
જ્ઞાની પુરુષ પોતે કરેક્ટ કહેવાય. કરેક્ટ એટલે બીજી બધી રીતે