________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
રમકડાં છે. છતાં પેસવા નથી દેતું એટલે શું ? એ અમારો અંતરાય છે, એમનો દોષ નથી. એટલે અંતરાય એની મેળે જ તૂટવા જોઈએ. અમે તોડીએ નહીં, સહજ તૂટવા જોઈએ. લાભાંતરાય, દાનાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય એ બધા અંતરાય એની મેળે તૂટવા જોઈએ. અમારી સહજ દશા હોય. અમારી ક્રિયાવાળી દશા ના હોય.
૩૭૨
પ્રશ્નકર્તા : એવું ખરું કે આપને જે જ્ઞાન થયું છે અને પછી ચાર ડિગ્રી પૂર્ણ થયા પછી જે પૂર્ણ કેવળજ્ઞાન થશે, એમાં અત્યારના આપની પાસે જે અક્રમ વિજ્ઞાન છે અને પછી જે પૂર્ણ જ્ઞાન આવ્યા પછી જે અક્રમ વિજ્ઞાન થશે, એમાં કોઈ ફેરફાર હશે ખરો ?
દાદાશ્રી : કશોય ફેરફાર નહીં. મને તો થઈ ગયેલું જ છે ને ! મારે તો, તીર્થંકરના દર્શન કરવાના જ બાકી. બીજું કશું કરવાનું બાકી નથી. દર્શન કરુંને, એટલે મારે ત્રણસો સાઈઠ થઈ જાય. મારે બીજું અક્રમની કશી જરૂર નથી. અત્યારે તીર્થંકર અહીં આગળ આવે, ને દર્શન કરું તો મારું પૂરું થઈ જાય.
તાપાસ થયા કેવળજ્ઞાતમાં, તો કામ લાગ્યા સહુને
પ્રશ્નકર્તા : આપ આપના જ્ઞાનમાં ભૂત-ભવિષ્યનું કંઈ જોઈ શકો ? કંઈ જાણી શકો ખરા ?
દાદાશ્રી : ના, મને એવું જ્ઞાન નથી કે હું જોઈ શકું. હું તો આત્મજ્ઞાન અને કેવળજ્ઞાનની બેની વચ્ચેની સુધીની વાતચીત કરી શકું.
હું એલર્ટ છું, એવરી સેકન્ડ એલર્ટ છું અને એલર્ટ ઈન ત્રણસો છપ્પન ડિગ્રી. ચાર ડિગ્રીમાં એલર્ટ નથી તેને લઈને આ હું નાપાસ થયો તે અહીંયા આવ્યો છું. આ તો હું કેવળજ્ઞાનમાં નાપાસ થયો, તે આ તમારે કામ લાગ્યો, મોનિટર તરીકે. કરોડો અવતારે નથી થાય એવું, આ તો એક્સ્પર્ટ મળ્યાને, તો કામ થઈ જાય. બીજું કશું નહીં. એટલે આપને જે કંઈ કામ કાઢવું હોય તે કઢાય. કાયમનું સુખ જોઈએ છે તોય તે મળે અહીં.