________________
૩૭૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
તીર્થકર જેવા કરેક્ટ કહેવાય. ફક્ત બે-ચાર માર્ક નાપાસ થયા, માટે કંઈ ગુનો નથી. નાપાસ થયા માટે કંઈ ગુનો છે?
શ્રીમુખે ઝરે તવીત વાણી, જે ત મળે ક્યાંય શાસ્ત્ર
આ જ્ઞાન એ એક અજાયબી છે ને ! જ્ઞાન સર્વજ્ઞના હૃદયમાં હોય, તે અમારા હૃદયમાં છે. સર્વજ્ઞ પદ ઉત્પન્ન થયા વિના એક પણ વસ્તુ કોઈનેય દેખાય નહીં. મને સર્વ વસ્તુ જેમ છે તેમ દેખાય છે. આ જગતનું કોઈ પરમાણુ બાકી નથી, કોઈ તત્ત્વ એવું નથી કે મારા જ્ઞાનની બહાર હોય. જગતના દરેક તત્ત્વોનો જ્ઞાની છું.
અમે આ શાસ્ત્રો કરતા વિશેષ જ્ઞાન બોલીએ બધું. અમારું જ્ઞાન શાસ્ત્રોથી વિશેષ જ્ઞાન હોય. તે બધું કેવળજ્ઞાનના અંશો કહેવાય છે. જે બીજા લોકોને, કોઈને ના દેખાય, એ ભાગ દેખવાથી અમે કહી આપીએ અહીં આગળ.
હું જ્ઞાનસ્વરૂપની બહાર એક સેકન્ડેય નથી રહ્યો, કોઈ વખત. જ્ઞાન સ્વરૂપની બહાર સેકન્ડેય ના રહેવું એનું નામ કેવળજ્ઞાન કહેવાય. કેવળજ્ઞાન એ વસ્તુ જુદી છે અને કેવળજ્ઞાન સ્વરૂપ એ વસ્તુ જુદું છે. કેવળજ્ઞાન એટલે બધા જ જોયો ઝળકવા. અમને બધા જોયો ઝળક્યાં નથી પણ ઘણા ખરા શેયો ઝળક્યા તેથી તો અમારી વાણીમાં તમને નવું નવું સાંભળવાનું મળે કે નવા નવા ઊંડા ઊંડા પોઈન્ટો જાણવા મળે. બધી નવી નવી વાતો અને શાસ્ત્રની બહારની જ બધી વાતો. એ તો કેવળજ્ઞાનના બધા પર્યાય છે, પણ સંપૂર્ણ સ્વરૂપે ઝળક્યું નથી. ચાર ડિગ્રી ઓછું રહ્યું. એટલે હું જ્ઞાની પુરુષ તરીકે રહ્યો છું. તેથી હું મારી જાતને ભગવાન કહેવડાવતો નથી. જો મને પોતાને કેવળજ્ઞાન પ્રગટ થયું હોત તો ભગવાન કહેવાત, પણ આ કાળમાં થાય એવું નથી.
આત્મજ્ઞાને કારણે સર્વજ્ઞ ને કેવળજ્ઞાતે કાર્ય સર્વજ્ઞા
પ્રશ્નકર્તા : સર્વજ્ઞ થવા માટે આજની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ ?