________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
એબ્સૉલ્યૂટ જ્ઞાન સંપૂર્ણ કહી શકાય એમ નથી. એક્સૉલ્યૂટમાં જરાક કચાશ છે. એબ્સૉલ્યૂટ છે ખરું, આ છે તે નિરાલંબ રહી શકાય ખરું, પણ બીજું જે જગત જાણવું જોઈએ, એ સમજમાં આવે છે ખરું, પણ જણાતું નથી. નહીં તો પછી વર્ણન બધું આપી શકું. ભગવાન મહાવીરે જે વર્ણન આપ્યું એ બધું જ વર્ણન આપું હું, અત્યારે તો મારે ભગવાન મહાવીરનું વર્ણન કહેવું પડે છે કેટલુંક તો. કેટલુંક પૂછો તો જવાબમાં ભગવાન મહાવીરે કહેલું તે કહેવું પડે. હા, કેટલુંક મારું છે, પણ કેટલુંક ત્યાંનું હોય.
૩૬૬
એટલે એ ચાર ડિગ્રી ખૂટે છે. એ જગતને કંઈ પણ નુકસાન ના કરે એવી એ ચાર ડિગ્રી છે. પણ એ ચાર ડિગ્રી ખૂટે એ છેલ્લું આવરણ છે, સૂક્ષ્મતમ આવરણ છે તે જવાનું બાકી છે. જેના આધારે અહીંથી વસ્તુઓ બધી જણાવી જોઈએ એ મને સમજાય ખરું, પણ એ જણાય નહીં.
આ જગત જે આખું કેવળજ્ઞાનમાં દેખાવું જોઈએ મને, તે દેખાતું નથી. હમણે ઘડી પછી શું થશે તે મને દેખાતું નથી. હું બસમાં જઈશ કે શેમાં જઈશ તેય મને દેખાતું નથી. એ પેલું કેવળજ્ઞાનમાં બધુંય દેખાય. અહીંથી બસમાં જઈશ હું, બસ વચ્ચે રસ્તામાં અથડાશે તેય પણ દેખાય. પણ એમને ખેદ ના હોય. એ પછી દરિયે ડૂબી જાય તોય એમને ખેદ ના હોય. એટલે કેવળજ્ઞાનમાં બધું જગત દેખાય એ અમને દેખાતું નથી અને એની અમે ઉતાવળેય નથી કરતા.
ચાર અંશ ખૂટ્યા તે ચારિત્રમોહતા
પ્રશ્નકર્તા : એટલે તમને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવામાં ચાર જ અંશ ખૂટે છે ?
દાદાશ્રી : તે તમને દેખાતા નથી થોડા ઘણા ?
પ્રશ્નકર્તા : નથી દેખાતા. અમને તો દાદા પૂર્ણ દેખાય છે !
દાદાશ્રી : આ પટીયા પાડ્યા છે, એ બધું નથી પાડ્યું એમણે ? હારુ પટીયા પાડ્યા ? કોઈ કહેશે, પટીયા પાડવા હારુ તેલ ક્યાંથી
શેના