________________
(૭.૩) દશા – જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની
૩૬૫
૩૬૫
પ્રશ્નકર્તા : પણ એ ચાર જ માર્ક કેમ કહો છો, પાંચ કેમ નહીં, છ કેમ નહીં કે બે કેમ નહીં ?
દાદાશ્રી : પણ ચાર જ, એ મારો હિસાબ કાઢેલો મેં.
પ્રશ્નકર્તા ઃ ના, પણ વચ્ચે તો દાદા, તમે કહેતા'તા, હવે ત્રણ રહ્યા !
દાદાશ્રી : ના, એ તો એક હવે ઓળંગવા આવ્યું છે, કહ્યું. અને થઈ ગયું છે, પણ હજુ હું ચારના ચાર જ કહીશ. કારણ કે હજુ કંઈક પેલું જાગી ઊઠે ત્યારે શું કહેવાય ? એટલે આપણે એમાં ખોટ શું છે આમાં, ચારમાં? લખાઈ ગયા છે, છપાઈ ગયા છેને, ચાર ! આપણે એની શું ખોટ છે, હું તો કહું !
પ્રશ્નકર્તા ઃ તમે આ સમજણ બધી પહેલેથી લઈને જ આવેલા ? દાદાશ્રી લઈને. અમે ઊંચેથી આવેલા છીએ, પાછા પડેલા છીએ. પ્રશ્નકર્તા ઃ તમે તો કેટલા બધાને આગળ ઊંચા લઈ જાવ છો !
દાદાશ્રી : એ તમને આજ દેખાયને ! અમે જે જગ્યાએ હતાને, તે જગ્યાએ હવે આવ્યા. અત્યાર સુધી અમે એ જગ્યા પર નહોતા. બહુ પાછા પડેલા. તે ત્યાંથી ચડતા ચડતા ચડતા તો એ ક્રમથી અમારું જ્ઞાનેય ચડતું જોયુંને. અમે કેટલાય ભવથી ચડવા માંડ્યું છે આ. હતા તેની તે જગ્યાએ જવાના. ત્યાંથી જે પડેલા, તે આ સ્ટેજ ઉપરથી અમે પડેલા છીએ. એટલે અમે જોયેલું છે એ. એટલે અમે આગળથી કહીએ કે આવું છે ત્યાં. આ તો સમજાય નહીં એવી વસ્તુ છે. આ બહુ જુદી વાતો છે.
ચાર ડિગ્રી કમીએ સમજે બધું, પણ દેખાય નહીં પ્રશ્નકર્તા ઃ તમને ચાર ડિગ્રી ઓછી છે તો કઈ બાબતમાં ?
દાદાશ્રી: હા, તે આ દુનિયાદારી બાબતમાં નથી. એ તમારે બધાને કામ લાગવામાં નુકસાન નથી, પણ અમારે જે આગળનું જાણવાનું છે, જે સૂક્ષ્મતમનો અમુક ભાગ જાણવાનો બાકી છે, કે એના આધારે