________________
(૭.૩) દશા – જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની
૩૬૭
લાવો છો ? આ વાળ કોની પાસે કપાવો છો ? આ વીંટી ક્યાંથી લાવ્યા છો, ચોરીને લાવ્યા છો ? કહેશે.
આ ચારિત્રમોહ જે દેખાય છે તમને, તે ભલે મને એની મૂર્છા ના હોય, છતાં સામાને દેખાય છે માટે એટલા અંશ બાદ થઈ જાય છે અને મારે ચાર ડિગ્રી ખૂટે છે એ. બિન સ્વાર્થ નહીં, હું મારા સ્વાર્થ હારુ બોલું
અમારે ચાર ડિગ્રી ઈમ્યૉર હોય. જ્ઞાનમાં બહુ ઈષ્યૉરિટી ના હોય, એ વર્તનમાં ઈષ્યૉરિટી હોય. કપડાં, કોટ-બૂટ બધું પહેરીએને, એ બધું વર્તન કહેવાય. પેલું તો આનીય કાળજી ના હોય, એ બૂટ-બૂટ કશાની. પહેરાવનાર મળે તો પહેરે અને ના પહેરાવનાર મળે તો એમને એમ અને આ તો કોઈ ના પહેરાવનાર મળે તો હું મારી મેળે બૂટ ખોળીને પહેરું. હું એમને એમ ના નીકળું એટલો ફેર. પેલાને ના પહેરાવનાર મળે તો ઐસે હી, પહેરાવનાર મળે તો તૈસે હી.
આંશિક તપ રહ્યું બાકી, તેથી અટક્યું કેવળજ્ઞાત પ્રશ્નકર્તા: એટલે એ ચાર ડિગ્રીમાં આ દેખીતું આવ્યું ?
દાદાશ્રી : આ દેખીતું, બીજા ખાસ જોતા તો કેવળજ્ઞાનને રોકે એવા દોષ છે. લોકોને નુકસાન કરે એવા નહીં. અમનેય દહાડામાં સો-સો ભૂલો થાય છે હજુય પણ, જે ભૂલો તમને કોઈને દેખાય નહીં એવી. કેવળજ્ઞાનને રોકે એવી. આપણે તો કામ સાથે કામ છેને ? આપણે તો મોક્ષે જવું છે. તે કોઈ કહેશે, તમારે ઢીલું રાખવું છે ? ત્યારે કહે, ના, ઢીલેય નહીં ને ઉતાવળેય નહીં. આપણને એવુંય નથી કે આપણે ઉતાવળ છે કોઈ જાતની. ઉતાવળ હોય જ નહીં ને વીતરાગતામાં ?
આ કેવળજ્ઞાનમાં ચાર ડિગ્રી અમારે ખૂટે છે તે અમુક ભાગ નહીં હોવાથી અમને આ જ્ઞાન અટક્યું છે. એ તપ સિવાય જ્ઞાન અટક્યું છે. એ તપ પૂરું થઈ જાય ત્યાર પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય, નહીં તો ઉત્પન્ન થાય નહીં.