________________
(૭.૩) દશા – જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની
૩૬૧
અવસ્થામાં બુદ્ધિ ન વાપરવી તે અબુધતા અને અબુધતાથી સર્વજ્ઞતાની પ્રાપ્તિ થાય છે. અમને એક કિનારે અબુધ પદ પ્રાપ્ત થયું, ત્યાં સામે કિનારે સર્વજ્ઞ પદ આવીને ખડું થયું.
અક્રમ જ્ઞાતીને કેવળદર્શત સંપૂર્ણ, કેવળજ્ઞાત અપૂર્ણ
પ્રશ્નકર્તા તમે કહો છો કે અમારી ત્રણસો છપ્પન ડિગ્રી છે અને દાદા ભગવાનની ત્રણસો સાઈઠ ડિગ્રી છે, ચાર ડિગ્રી બાકી છે અમારે. તો કહે છે, સત્યનું દર્શન થાય તો સંપૂર્ણ થાય કાં તો બિલકુલ ના થાય, ખંડ-ખંડ તો ના હોય ?
દાદાશ્રી : ના, દર્શન સંપૂર્ણ છે, ત્રણસો સાઈઠ ડિગ્રીનું દર્શન છે. એટલે કહ્યું કે અમે કેવળદર્શન એટલે સંપૂર્ણ દર્શનમાં છીએ પણ વર્તનમાં સંપૂર્ણ નથી. પહેલું દર્શન થાય, પછી જ્ઞાન એટલે એનો અનુભવ થાય અને પછી વર્તન આવે. દર્શન સંપૂર્ણ છે તેથી તો આ જ્ઞાન અમને પ્રગટ થઈ ગયું, નહીં તો થાય કે ? આ તો સંપૂર્ણ દર્શન. અને નિશ્ચયથી “હું જ છું આ.” નિશ્ચયથી બધુંય પ્રગટ થઈ ગયેલું હોય, ફક્ત ચાર ડિગ્રી જ કમી હોય. જેટલું કેવળજ્ઞાનીને જ્ઞાનમાં દેખાય, એટલું અમને સમજમાં આવી ગયું હોય. પેલું કેવળજ્ઞાન કહેવાય, અમારું કેવળદર્શન કહેવાય. એટલે અમે કહીએ છીએ કે આખા જગત વિશે અહીં આગળ પૂછી શકાય.
પ્રશ્નકર્તા: કેવળજ્ઞાન વગર કેવળદર્શન હોઈ શકે ?
દાદાશ્રી : ક્રમિક માર્ગમાં કેવળજ્ઞાન વગર કેવળદર્શન' હોય નહીં. “અક્રમ માર્ગમાં કેવળદર્શન થાય, પછી કેવળજ્ઞાન થતા અમુક ટાઈમ લાગે. આ બધો બુદ્ધિનો વિષય નથી, આ જ્ઞાનનો વિષય છે. આમાં બુદ્ધિ પહોંચે એવી નથી.
એવું છે, ક્રમિકમાં પહેલું જ્ઞાન, પછી દર્શન ને પછી ચારિત્ર અને આપણામાં દર્શન, પછી જ્ઞાન, ને પછી ચારિત્ર. એટલે આપણું જ્ઞાન તો અનુભવ જ્ઞાન છે અને પેલું જ્ઞાન છે તે પોઈઝન હોય તોયે પી જાય મૂઓ.