________________
૩૬૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
કારણ કે એ સમજમાં આવ્યું નથી. સમજમાં ના આવે એ જ્ઞાન, જ્ઞાન જ ના કહેવાય, એને શુષ્કજ્ઞાન કહેવાય. અને આપણે સમજમાં આવેલું છે. મને સમજમાં આવેલું છે એક જાતનું પણ જ્ઞાનમાં નથી આવ્યું, આ જે દર્શનની આગળ જે જ્ઞાન હોવું જોઈએ, તે નથી આવ્યું.
પ્રશ્નકર્તા ઃ હવે જેને સમજમાં આવે છે, હવે હું એને એવું સમજ્યો છું કે દર્શન જ્ઞાનમાં પરિણમે જ નહીં. એટલે દર્શન શક્ય નથી. કારણ કે દર્શનની ભૂમિકા એટલી ઊંચી છે કે તે નીચી કોટીએ આવતું નથી, જ્ઞાન થયું છે એવું, પણ એની અભિવ્યક્તિ જ થઈ જાય
દાદાશ્રી : કેવળજ્ઞાન એવી વસ્તુ નથી. કેવળજ્ઞાન જે કહેવાય છે ને, એ ખરી રીતે આપણે આપણી ભાષામાં લઈ જઈએ તો લઈ જવાય એવું નથી. કેવળજ્ઞાન તો અમુક અંશે દર્શન આવી ગયા પછી કેવળજ્ઞાન થાય છે. કારણ કે એ કેવી રીતે ચાલે છે ? ચાર અંશ દર્શનના, બે અંશ જ્ઞાનના, તો એક અંશ છે તે ચારિત્રનો.
કેવળજ્ઞાતમાં નાપાસ થયા, પૂર્વેની અહંકારતી ભૂલથી
પ્રશ્નકર્તા: બરોબર છે. આપે કહ્યું કે જ્ઞાની પુરુષને કેવળજ્ઞાન ચાર ડિગ્રીએ અટક્યું છે. અને આત્મજ્ઞાનની ઉપર ગયું અને કેવળજ્ઞાનના સ્ટેશને પહોંચ્યું નથી. હવે આત્મજ્ઞાનની ઉપર અને કેવળજ્ઞાનની નીચે એ બેની વચ્ચેની દશા છે દાદાની ?
દાદાશ્રી : હા, વચ્ચેની દશા છે. પ્રશ્નકર્તા : એ દશા કઈ કહેવાય ? દાદાશ્રી : એટલે નહીં આચાર્ય, નહીં તીર્થકર, નહીં અરિહંત.
પ્રશ્નકર્તા ઃ નહીં અરિહંત, નહીં આચાર્ય પણ એનું કંઈ પદ તો હશેને ? કોઈ પદ કહેવાય નહીં એને ?
દાદાશ્રી પદ એનું મૂકેલું નથીને ! પાંચ જ પદો મૂક્યા છે. આ