________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દેખાય. ઈન્દ્રિયગમ્ય હોય તો દેખાયને ? એ ત્યાંથી તમારે બંધ રાખવું પડશે. કારણ કે મૂળ વસ્તુ તો દેખાય એવી છે નહીં. એ જ્ઞાનીઓ એકલાને જ સમજાય. એય કેવળજ્ઞાનમાં હજુ મારેય થોડા વખત પછી જાણવાનું. તે આ પરમાણુ તો અમારાથી જોઈ શકાય નહીં, કોઈ પણ પ્રકારે ! કેવળજ્ઞાની એકલા જ જોઈ શકે, બીજું કોઈ જોઈ શકે નહીં !
૩૫૪
એ કેવળજ્ઞાની એટલે એક્સૉલ્યૂટ થયેલા હોય, સંપૂર્ણ એક્સૉલ્યૂટ. હું પણ એક્સૉલ્યૂટ થયેલો પણ સંપૂર્ણતા નથી આ. જો સંપૂર્ણ એબ્સૉલ્યૂટ થાય ત્યારે એ સંપૂર્ણ જાણી શકે કે આ પરમાણુ શું છે ! બાકી એ પરમાણુ તો સૂક્ષ્મતમ છે. સૂક્ષ્મતમ એટલે એને ચર્મચક્ષુથી દેખી ના શકાય. મૂળ પરમાણુ દેખી ન શકાય એવા છે, પણ આ સ્વભાવે રૂપી છે. એને કેવળજ્ઞાનથી દેખી શકાય.
પ્રશ્નકર્તા : પણ પુદ્ગલ જેને આપણે પ્યૉર (શુદ્ધ) પરમાણુ કહીએ છીએ એ અરૂપી નથી ?
દાદાશ્રી : એ પરમાણુ તો આમ અરૂપી ખરું, પણ કેવળજ્ઞાને કરીને રૂપી છે. એ કેવળજ્ઞાનમાં દેખાય. એટલે આપણી ચક્ષુ ઈન્દ્રિયથી ન દેખાય. જ્ઞાનીને રૂપી ભાસે એટલે આમ દેખાય નહીં, પણ દર્શનમાં આવે. એ પરમાણુ જ્યારે દેખાય ત્યારે કેવળજ્ઞાન થાય.
પરમાણુ - સમય - પ્રદેશતે જુએ-જાણે કેવળજ્ઞાતી
પ્રશ્નકર્તા : પછી બીજું ?
દાદાશ્રી : કાળાણુ જોઈ શકે છે, સમયને. સમય એટલે કાળનો અવિભાજ્ય અંશ. આ પળ એ વિભાજ્ય છે. જેનું વિભાજન થઈ શકે એવી પળ છે પણ સમય એ અવિભાજ્ય છે.
આ રૂપી તત્ત્વમાં નાનામાં નાનું પરમાણુ, એવું આ કાળ તત્ત્વ છે ને, એનો નાનામાં નાનો ભાગ કર્યો તે સમય. પણ એ ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી. આપણે પળ સુધી પહોંચી શકીએ છીએ. પળનો તો બહુ નાનો ભાગ થાય સમય તો. સમયના બે ભાગ પડે નહીં પછી.