________________
ઉપર
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા: બરાબર છે.
દાદાશ્રી : એ તો બધી ગેરસમજો ઊભી થઈ છે. ફાવતું લઈ લીધું લોકોએ અને આખું વિરોધાભાસ કર્યું. જુએ મૂળ તત્ત્વ અને તેની અવસ્થાઓ, કેવળજ્ઞાતમાં પ્રશ્નકર્તા: કેવળજ્ઞાનીના બધા પ્રદેશોના આવરણ નીકળી જાય ?
દાદાશ્રી : બધાય, બધા ખુલ્લા ! પણ એ વગરકામનું ના જુએ. નહીં તો ઉપયોગ બગડેને ! એટલે બધે શુદ્ધ જ જુએ.
હવે કેવળજ્ઞાનમાં બીજું કશું જગતમાં દેખવાનું હોતું નથી. કયા તત્ત્વ સનાતન છે તે દેખાય છે અને સનાતન તત્ત્વની અવસ્થા દેખાય છે, બીજું કશું દેખાતું નથી. આપણા લોક તો શુંનું શુંય સમજે છે કે મહીં શુંય દેખાતું હશે !
પ્રશ્નકર્તા: આ જે વાણી સંભળાય છે તે સાંભળનાર કોણ ? શબ્દ કાને પડતા તેના શબ્દાર્થથી માંડીને ભાવાર્થ કે પરમાર્થ સુધી તે જ ક્ષણે બધા ફોડ પડી જાય છે તે કઈ રીતે ? ત્યારે મૂળ આત્મા તો પ્રકાશરૂપે રહે છે, તો પછી વચ્ચે કઈ મિકેનિઝમ (કાર્યપદ્ધતિ)થી મહીં ફોડ પડે છે ? વળી રશિયન ભાષામાં નીકળેલી વાણી કંઈ જ ફોડ પડતી નથી. કેવળજ્ઞાનીને ફોડ પડે એવી વાણીનો? એમાં શું ફેર ? તો કૃપા કરી સમજાવો.
દાદાશ્રી : અહંકાર અને બુદ્ધિને બધા ફોડ પડે છે. અહંકારના જ બધા સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ વિભાગો છે. કેવળજ્ઞાનીને તો આ હોય જ નહીં. એ તો મૂળ તત્ત્વને જ જુએ.
પ્રશ્નકર્તા ઃ તો કેવળજ્ઞાનીને બધા જ ફોડ પડી જાય ?
દાદાશ્રી: ના, એમને તો આવું કશું હોય જ નહીં ને ! એમને તો બધું મૂળ સ્વરૂપે દેખાય. આવું તેવું કશું દેખાય નહીં ને !
પ્રશ્નકર્તા મૂળ સ્વરૂપ એટલે? દાદાશ્રી તત્ત્વ સ્વરૂપે, એનું નામ કેવળજ્ઞાનને !