________________
૩૪૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
તીર્થકરોને કેવળ થતા પહેલા ઉપદેશ, પછી દેશના પ્રશ્નકર્તા તીર્થંકરો કેવળજ્ઞાન થયા પછી જ ઉપદેશ આપે ?
દાદાશ્રી : ના, એવું નહીં. કેવળ થતા પહેલા એ ઉપદેશ આપે અને કેવળ થયા પછી દેશના આપે, એ બેમાં ફેર. કેવળજ્ઞાની કેવળ થયા પહેલા ઉપદેશ આપે તે એ ઉપદેશના બે ગુંઠાણા. છઠ્ઠા ગુંઠાણામાં ઉપદેશ અપાય અને તેરમા ગુંઠાણામાં ઉપદેશ અપાય, બે જગ્યાએ ઉપદેશ આપી શકાય. તેરમા ગુણકસ્થાનમાં જ એ ઉપદેશ આપે અને થોડા વખત પછી કેવળજ્ઞાન થાય એટલે દેશના આપે. તેરમું ગુંઠાણું જ એને કેવળજ્ઞાન આપે. બારમામાં કેવળજ્ઞાન ના થાય, તેરમા ગુંઠાણામાં જ કેવળજ્ઞાન થાય.
પ્રશ્નકર્તા અને ચૌદમામાં ?
દાદાશ્રી : ચૌદમું તો ઉત્પન્ન થયું કે પોતે ગયા ત્યાં સિદ્ધક્ષેત્રમાં. એક ક્ષણવર્તી છે, ચૌદમું તો. તેરમું લાંબું પણ હોય.
પ્રશ્નકર્તા એટલે જેટલું આયુષ્યકર્મ ભોગવવાનું હોય, તે તેરમામાં ભોગવી નાખે.
દાદાશ્રી : બધું ભોગવી નાખે. ચૌદમામાં એ છે કે ત્યાં આવી જાય. પ્રશ્નકર્તા મોક્ષે જાય, નિર્વાણ પદ પામે. દાદાશ્રી : હા.
વિશેષ લાભ પામ્યા મહાત્માઓ, દાદા કૃપાએ
પ્રશ્નકર્તા: જો ગણધરોને આ મૂળ વાત જાણવી હોય તો શું કરે ? પ્રશ્નો પૂછે ?
દાદાશ્રી : તેઓ પૂછતા હતા ને તીર્થકર જવાબ આપતા. પણ તે વ્યવહારમાં જ બોલવું પડે, પેલું નિશ્ચયનું તો બોલાય નહીં. ગણધરો પાસેય ના બોલાય. ત્યાં વ્યવહાર જ, પ્રમાદ ના કરીશ, એવું તેવું બધું બોલતા અને અમે તમને કહીએ, કે પ્રમાદનો મને વાંધો નહીં, તું મારા કહ્યા પ્રમાણે કરજે.