________________
(૭.૨) વિશેષ સમજણ કેવળી-સર્વત્ર તીર્થકર ભગવાનની
૩૪૭
પ્રશ્નકર્તા ઃ અમે ભાગ્યશાળી કહેવાઈએ કે વાતચીત કરવાની અમને મળે.
દાદાશ્રી : ગણધરો થયા છે એ એકડે એકથી ઘૂંટીને નવ્વાણું સુધી આવ્યા છે. એટલે સો લખી આપે અને તમે તો સત્યાસી લખીને લાવ્યા પહેલા. એટલે પછી મેં કહ્યું કે સત્યાસી પછી હવે અઠ્યાસી લખો, હેંડો. આવી જશે, હઉ જોઈ લેવાશે. એટલે તમે આ લાભ ઊઠાવી લો ને તો કામ કાઢી નાખશે. માટે એક અવતાર સિન્સિઅર રહોને દાદાને.
અભેદ સ્વરૂપ થાય એટલે સંપૂર્ણ અજવાળું પ્રશ્નકર્તા: જ્ઞાની પુરુષ તો અભેદ સ્વરૂપે પણ રહી શકે અને ભેદ સ્વરૂપે પણ રહી શકે. અને ભેદ સ્વરૂપે રહી શકવા થકી આ તત્ત્વોનું વિજ્ઞાન અને આખા જગતનું વિજ્ઞાન ઓપન થયું છે એવું ખરું ? કારણ કે અભેદ સ્વરૂપે હોય તો બોલી જ ના શકે ને ?
દાદાશ્રી અભેદ સ્વરૂપ એટલે જ્ઞાન. જ્ઞાનમાં ઉત્પન્ન થવાનું હોય નહીં ને ! અભેદ સ્વરૂપ એટલે સંપૂર્ણ અજવાળું ! અને આ ભેટ સ્વરૂપમાં અજવાળું થવાની શરૂઆત થાય.
પ્રશ્નકર્તા: એટલે આખું વિજ્ઞાન ઓપન થયું છે !
દાદાશ્રી : જ્ઞાન ઉત્પન્ન તો જ થાય ને ! અભેદમાં ઉત્પન્ન થવાનું ક્યાં રહ્યું ? પૈણેલાને “પૈણવાનું છે' એવું કેમ કહેવાય ? અભેદ એટલે પૈણેલો. અને આપણે શું કહીએ છીએ ? પૈણે છે, આમ માંહ્યરામાં ફરે છે. એટલે એ ભેદ સ્વરૂપમાં ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા: તીર્થકરોને પૂરું જ અજવાળું થઈ ગયેલું ને?
દાદાશ્રી : ના, એમનેય પણ ભેદ સ્વરૂપ હતું ને ! મહાવીર ભગવાનને બેતાલીસ વર્ષ પછી ભેટ સ્વરૂપ નહોતું. બેતાલીસથી બોતેર, ત્રીસ વર્ષ સુધી અભેદ હતું.