________________
(૭.૨) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ તીર્થકર ભગવાનની
૩૪પ પ્રશ્નકર્તા ઓછા અંશનું આવે બધું ?
દાદાશ્રી: અમે જે વાણી બોલીએ છીએ તે, જે આજે છે તે ના આવે. હવે આ ભવમાં જે વધારાનું જ્ઞાન જોયું, તે જ્ઞાન અમને શું સૂચવે કે આવું કેવળજ્ઞાન છે, પણ અમે કહી શકીએ નહીં. એટલે કેટલાક મને કહેશે, “શું અનુભવ થયો ?” મેં કહ્યું, “ભઈ, જેટલું કહેવાય એટલું કહું બીજું છે તે અનુભવ. શબ્દ નથી એને માટે” એટલે પછી અશબ્દ, નિઃશબ્દ કહી દીધું.
પ્રશ્નકર્તા ઃ એ સર્વજ્ઞ પણ કહી શક્યા નહીં !
દાદાશ્રી : આજે વાણી નથીને ! વાણી કોઈ જોઈએને સિલકમાં ? વાણી પહેલાની છે, પૂર્વયોગની વાણી છે.
પ્રશ્નકર્તા ઃ એટલે પછીથી તો બધું અનુભવગમ્ય છેને ? દાદાશ્રી : હા, બધું અનુભવગમ્ય છે.
પ્રશ્નકર્તા એટલે પછી કોઈ દિવસે એ વસ્તુ જગતને વાણીમાં મળે જ નહીં ?
દાહ
દાદાશ્રી : એ મળે જ નહીં. એ તમારે સમજી જવાનું કે આવી સીટો છે. આ ડિગ્રીએ મારી ડિગ્રી આવે ત્યારે સમજાય કે કેવળજ્ઞાનની સીટ આવી હશે.
પ્રશ્નકર્તા એવું બની શકે કે સંપૂર્ણ જ્ઞાન થાય એટલે જે પેલી વાણી નીકળે ટેપરેકર્ડની, એ વાણીને જ્યારે જાણે અને જુએ ને એમને લાગે એ વખતે કે આ વાણી સંપૂર્ણ તો છે નહીં, એટલે બોલવાનું બંધ કરી દે એમ?
દાદાશ્રી : એ શક્તિ જ નહીંને ! બંધ કરવાની કોઈ શક્તિ જ નથી. એટલે વખત આવે તો બોલેય ખરા પણ પ્રરૂપણા રૂપે નહીં, એમને એમ બોલે. પ્રરૂપણા એટલે શું કે બીજાને ઉપદેશ આપવાની શક્તિ, એવી ભાવના ના હોય. એ તો અહંકાર જોઈએને ! મારેય અહંકાર જતો રહ્યો એટલે શું કરે ? એટલે અમારે આ આટલું બધું બોલવા છતાં પ્રરૂપણા ના કહેવાય. તેથી જ તો હું કહું છું કે ટેપરેકર્ડ છે ભઈ આ !