________________
(૭.૨) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ તીર્થકર ભગવાનની
૩૪૩
આવે. તેનાથી આવતો ભવ બહુ સુંદર આવે, તીર્થકરો આપણને મળે, પછી શું જોઈએ ? આપણને આત્મા તો પ્રાપ્ત થઈ ગયેલો છે. ખાલી તીર્થકરના દર્શન કરવાના છેલ્લાં રહે છે. તે એક જ વખત થાય તો બહુ થઈ ગયું. કેવળજ્ઞાન અટકેલું હોય તે પૂરું થાય. “જ્ઞાની પુરુષ' તો પોતે
જ્યાં સુધી પહોંચ્યા હોય ત્યાં સુધી લઈ જાય, એથી આગળ ના લઈ જાય. આગળ તો આગળના જે હોય તે લઈ જાય, એમાં ચાલે જ નહીં ને !
દશા જુદી જુદી, તોયે કેવળજ્ઞાત એક સમાન પ્રશ્નકર્તા : તીર્થંકરો બધા જે સિદ્ધ થઈ ગયા એ બધા પરમાત્મા જ થઈ ગયાને ?
દાદાશ્રી : હા, એ બધાય પરમાત્મા નહીં, એનું નામ જ પરમાત્મા. એ તો આપણી બુદ્ધિને લઈને જુદા જુદા દેખાય. એમને બુદ્ધિ નહીં એટલે એક જ લાગે બધું. કારણ કે જ્ઞાન તેનું તે જ. એટલે શુદ્ધ જ્ઞાન એ પરમાત્મા અને અજ્ઞાન એ પ્રત્યેક જુદું જુદું. અજ્ઞાનને લઈને જુદા, બુદ્ધિના પ્રતાપે.
પ્રશ્નકર્તા : સૌ-સૌની સ્ટેજમાં આવે ત્યારે દશા બધાની એક જ પ્રકારની ?
દાદાશ્રી : ના, જુદી જુદી દશા. કેવળજ્ઞાન એક જ સ્ટાઈલનું, દશા જુદી જુદી હોય. કોકને કઢી વધારે ભાવતી હોય, કોઈને મરચાં વધારે ભાવતા હોય. એ જ્ઞાન એક જ પ્રકારનું.
પ્રશ્નકર્તા : જ્ઞાનમાં ઓછા-વધતું ખરું કે નહીં ?
દાદાશ્રી : ઓછા-વધતું ખરું પણ એક જ પ્રકારનું જ્ઞાન. એનો સારાંશ કાઢે તો એક જ પ્રકારનું નીકળે.
પ્રશ્નકર્તા ઃ આ લાઈટ છે, એ લાઈટ બધા એક પ્રકારના પણ કો’કને પાંચ હજાર પાવરનું, કો'કને દસ હજાર પાવરનું, કો'કને વીસ હજાર પાવરનું એવું ખરું કે નહીં ?
દાદાશ્રી : હા, હા, એ બધું ખરું પણ એનો સારાંશ એક જ