________________
૩૪૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
આગળ, તીર્થકરની પાસે ચિત્ત એકાકાર ના થયું. આમ બહુ ગમી વાત. તે શેઠાણીને કહેય ખરા કે પુરીઓ ને શાક તું લાવજે પણ કંદમૂળ ના લાવીશ, બીજું કશું શાક લાવજે અને ત્યાં ને ત્યાં ખાય. કારણ કે કાનને ગમે ને ! કશું વળે નહીં. એવું તો અનંત અવતારથી ફાંફાં માર માર કર્યા છે !
પ્રશ્નકર્તા : પણ દાદા, આપે કહ્યું કે તીર્થંકરના દર્શન કરે તો માણસને કેવળજ્ઞાન થઈ જાય તો એ લોકોએ દર્શન કર્યા તો પણ?
દાદાશ્રી : તીર્થકરના દર્શન તો બધા બહુ લોકોએ કરેલા, આપણે બધાએ દર્શન કરેલા. પણ તે ઘડીએ આપણી બધી તૈયારી નહીં. આપણી દૃષ્ટિ ફરેલી નહીં, મિથ્યા દૃષ્ટિ. મિથ્યા દૃષ્ટિમાં તીર્થકર શું કરે છે ? સમ્યકુ દૃષ્ટિ હોય તેને તીર્થકરની કૃપા ઉતરી જાય.
હવે રહ્યા દર્શન બાકી, માત્ર તીર્થકર ભગવાનના
પ્રશ્નકર્તા એટલે એની તૈયારી હોય ને એમના દર્શન થાય તો મોક્ષ થાય.
દાદાશ્રી : તેથી તો આપણે આ તૈયાર થઈ જવાનું. કારણ આટલું જ કે તૈયાર થઈને પછી વિઝા લઈને જાવ ને ગમે ત્યાં જશો તો કામ નીકળી જશે. કોઈ ને કોઈ તીર્થકર મળી આવશે. તીર્થકરો એવો કંઈ નિયમ નથી કે વીસ જ તીર્થકરો આ બધા ક્ષેત્રોમાં થાય છે. ઘણા ટાઈમ વધારે થઈ જાય છે, પણ ઓછામાં ઓછા વીસ તીર્થકરો તો હોય છે જ. ત્યારે બોલો, બ્રહ્માંડ તો પવિત્ર જ છે ને, જ્યારે જુઓ ત્યારે !
પ્રશ્નકર્તા ઃ અમે તો દાદાનો વિઝા બતાવીશું.
દાદાશ્રી : વિઝા બતાવવો પડે નહીં, એની મેળે જ કામ થાય. તમને તીર્થકરને જોતા જ આનંદનો પાર નહીં રહે, જોતા જ આનંદ ! બધું જગત વિસ્મૃત થઈ જશે. જગતનું કશું ખાવાનું-પીવાનું નહીં ગમે. તે ઘડીએ પૂરું થઈ જશે. નિરાલંબ આત્મા પ્રાપ્ત થશે તે ઘડીએ. નિરાલંબ આત્મા પછી કશું અવલંબન રહ્યું નહીં.
જ્ઞાનીની આજ્ઞારૂપી ધર્મધ્યાનનું ફળ ઊંચામાં ઊંચી મનુષ્યગતિ