________________
(૭.૨) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ-તીર્થંકર ભગવાનની
ભગવાન મહાવીરની ભાષામાં કેવળજ્ઞાન સ્વરૂપને સર્વજ્ઞ કહેવાય. કેવળજ્ઞાન એટલે કંઈ જાણવાનું બાકી તો હોય નહીં. બધું જ, જ્યારે કહો ત્યારે, એટ-એની-ટાઈમ તમે કહો તો તરત એ વાત કરે બધી.
ત ભૂત-ત ભવિષ્ય, વર્તમાત દેખે તે બોલે સર્વજ્ઞ
૩૩૭
પ્રશ્નકર્તા : આ સર્વજ્ઞ જે વાણી બોલતા હશે, એ બધું અનંત અવતારનું સ્મૃતિજ્ઞાન ને એ બધું જોઈને બોલતા હશે ને ?
દાદાશ્રી : જોઈને બોલે, પણ અનંત અવતારની એ સ્મૃતિની એમને કંઈ જરૂર નથી. એમને તો આ બધું પ્રત્યક્ષ દેખાય એટલું જ બોલે. બીજી બધી કશી જરૂર નહીં. અનંત અવતારનું શું થયું ને શું નહીં, ઉપયોગ મૂકે તો દેખાય. બાકી એમને કંઈ આવી જરૂર ના હોય. એમને તો કેવળજ્ઞાનમાં બધું જગત દેખાય.
પ્રશ્નકર્તા : સર્વજ્ઞ સમય ઉપર પ્રભાવ પાડી શકે ?
દાદાશ્રી : પ્રભાવ ? સમય પર ?
પ્રશ્નકર્તા ઃ સમયને સ્થગિત કરી શકે કે ગતિ આપી શકે ?
:
દાદાશ્રી : જે કંઈ પણ ડખો કરે એનું નામ સર્વજ્ઞ નહીં. પારકી સત્તામાં હાથ ઘાલવું એને સર્વજ્ઞ કેમ કહેવાય ?
પ્રશ્નકર્તા ઃ એટલે આનો અર્થ એવો થયો કે જ્યાં સર્વજ્ઞતા છે ત્યાં સ્વતંત્રતા જ છે.
દાદાશ્રી : એવું છેને, અન્નદશા છે ત્યાં સ્વતંત્રતા નથી. પ્રાજ્ઞદશા છે ત્યાં સ્વતંત્રતા છે અને પ્રાજ્ઞદશાથી માંડીને સર્વજ્ઞ સુધીની દશા સ્વતંત્ર છે. અન્નદશાની છે તે બધી જ પરતંત્રતા.
આત્મા જાણ્યો, કેવળજ્ઞાતી અને કેવળીએ
આત્મા એ એક એવી ચીજ છે કે કોઈને જડ્યો જ નથી, ફક્ત કેવળજ્ઞાનીઓને જ જડ્યો હતો, એમ કહે તો ચાલે. જે બીજા કેવળી થયા