________________
૩૩૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
આત્મતત્ત્વને જાણે તત્ત્વજ્ઞાતી, સર્વ તત્ત્વને જાણે સર્વજ્ઞ પ્રશ્નકર્તા: તત્ત્વજ્ઞાની કોને કહેવો ? એની સાચી ઓળખાણ શું?
દાદાશ્રી : જે તત્ત્વોને જાણે તેને. આ જગતમાં આ જે ઈન્દ્રિયોથી દેખાય છે ને, એ તત્ત્વો નથી. તત્ત્વો અવિનાશી હોય અને ઈન્દ્રિયોથી દેખાય છે એ બધી વિનાશી ચીજો છે. એટલે તત્ત્વ એટલે અવિનાશી ચીજોને જાણે, પ્રતીતિમાં અનુભવે એ તત્ત્વજ્ઞાની કહેવાય.
તત્ત્વ સ્વરૂપ શેય તે કેવળજ્ઞાન વગર ના દેખાય. આ છ તત્ત્વો અવિનાશી છે તે કેવળજ્ઞાન વગર દેખાય નહીં, પણ શ્રદ્ધામાં આવે છે તત્ત્વો. એટલે કેવળજ્ઞાનમાં પછી આવે જ. પહેલું દર્શનમાં આવે, પછી જ્ઞાનમાં આવે, ધીમે ધીમે વર્તનમાં આવે.
એક તત્ત્વનો જ્ઞાતા જ્ઞાની કહેવાય. આત્મા એકલો જ જાણ્યો તે તત્ત્વજ્ઞાની કહેવાય. જેણે બધા જ તત્ત્વો જાણ્યા, જુદાં જુદાં દરેક તત્ત્વો શું કરી રહ્યા છે તે પણ જાણે, તે સર્વજ્ઞ કહેવાય. આ છ તત્ત્વો જાણે ત્યારે એ મોક્ષમાર્ગનો નેતા થઈ શકે.
એબ્સોલ્યુટ જ્ઞાન, કેવળજ્ઞાન એ જ સર્વતા પ્રશ્નકર્તા સર્વજ્ઞતા કોને કહેવાય? સર્વજ્ઞતા એટલે શું?
દાદાશ્રી : સર્વજ્ઞતા એટલે કેવળજ્ઞાન. એબ્સોલ્યુટ જ્ઞાન એટલે સર્વજ્ઞતા. સર્વજ્ઞતા એટલે બધી રીતે જાણપણું. કોઈ ચીજ જાણવાની બાકી નહીં, એનું નામ સર્વજ્ઞતા.
પ્રશ્નકર્તા: સર્વજ્ઞ જે શબ્દ છે તેનું સાચું તાત્પર્ય શું છે ?
દાદાશ્રી : સર્વજ્ઞ એટલે આ જગતમાં કોઈ ચીજ જાણવાની બાકી નથી, એનું નામ સર્વજ્ઞ કહેવાય. સર્વજ્ઞ વસ્તુ એ તો કેવળજ્ઞાનીઓ અને તીર્થકરોની વસ્તુ છે. સર્વજ્ઞ તીર્થકરો સિવાય કોઈ હોઈ શકે નહીં.
જિન એટલે આત્મજ્ઞાની, જિનેશ્વર એટલે આત્મજ્ઞાનીનો ઉપરી અને એ સર્વજ્ઞ કેવળજ્ઞાનના આધારે એવા પદમાં આવ્યા છે.