________________
(૭.૨) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ-તીર્થંકર ભગવાનની
આપણે તો રિયલ ધર્મ તે આત્મ ધર્મ, તે તો અસંયોગી આત્મા અને સંસારને છૂટા પાડવાનું જેને જ્ઞાન છે તે શ્રુતકેવળી કહેવાય. (લોકભાષાના) શ્રુતકેવળીને તત્ત્વદૃષ્ટિ ના પણ હોય. આપણે તો શ્રુતકેવળી અને તેય પાછા તત્ત્વદૃષ્ટિવાળા. મેં જ્ઞાન આપ્યું છે કે જે તમને નિરંતર યાદ રહે છે. તે તમેય ભગવાનની ભાષામાં (ત્રણસો ડિગ્રીવાળા) શ્રુતકેવળી કહેવાઓ.
સત્-અસત્તા તાગતે જાણે તે તત્ત્વદર્શી
પ્રશ્નકર્તા ઃ તત્ત્વદર્શી કોને કહેવાય ?
:
૩૩૫
દાદાશ્રી : તત્ત્વદર્શી સત્તા તાગનેય જાણે છે અને અસા તાગનેય જાણે છે. કશું જાણવું બાકી રહ્યું નથી એનું નામ તત્ત્વદર્શી. અસત્ વિનાશી છે અને સત્ અવિનાશી છે એટલે વિનાશીનેય સમજી શકે છે અને અવિનાશીનેય સમજી શકે છે. વિનાશી કયા ? ત્યારે કહે, અવસ્થામાત્ર વિનાશી. બે જ વસ્તુ છે આ દુનિયામાં. વસ્તુ છે અને એની અવસ્થા છે. વસ્તુ અવિનાશી છે, અવસ્થા વિનાશી છે, બસ આટલું જ છે. એટલે બન્ને વખતે જેણે તાગ કાઢી લીધો, એ તત્ત્વદર્શી.
જેને તત્ત્વજ્ઞાન નહીં, તેને તત્ત્વદૃષ્ટિ ના હોય. આ તત્ત્વદૃષ્ટિને શું કહેવાય ? સુદર્શન ચક્ર. સુદર્શન ચક્રને સામો ઉગ્ર થયો હોય તેના ઉપર મૂકે કે ઢીલો ઘેંસ થઈ જાય. ત્યારે આ લોકોએ તો કૃષ્ણ ભગવાન પાસે ચક્ર ચિતર્યું. પણ તેમની પાસે તત્ત્વદૃષ્ટિ રૂપી સુદર્શન ચક્ર હતું. આટલા બધા શાસ્ત્રો લખાયા પણ સુદર્શન ચક્ર તો કૃષ્ણ ભગવાનનું વખણાયું. પણ આ લોકોએ તો ઊંધું જ ચિતરી માર્યું. અલ્યા, સુદર્શન તે કંઈ ગળા કાપતું હશે ? કુદર્શન ગળા કાપે.
આ લોકો દુશ્મન કોને કહે ? સામાને. અને આપણા લોકો, તત્ત્વજ્ઞાનીઓ દુશ્મન કોને કહે ? જે તત્ત્વ પામવા ના દે. પોતાનું જે તત્ત્વ છે, પોતાનો આત્મા જે તત્ત્વ છે, એને પામવા ના દે એ દુશ્મન. એ કોણ નથી પામવા દેતું ? ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ. આ છ ષટ્ શત્રુ કહેવાય છે. તે આ છ શત્રુઓને જેણે હણી નાખ્યા, એ અરિહંત ભગવાન કહેવાય છે.