________________
(૦.૨)
વિશેષ સમજણ, કેવળી-સર્વજ્ઞ-તીર્થંકર ભગવાનની
આત્મજ્ઞાત - કેવળજ્ઞાત
સમ્યક્ દર્શન
પ્રશ્નકર્તા : સમ્યક્
-
દર્શનને કેવળજ્ઞાન કહેવાય ?
દાદાશ્રી : ના, સમ્યક્ દર્શન કેવળજ્ઞાનનું બિગિનિંગ (શરૂઆત) છે. બિગિનિંગ પાર્ટ એને કહેલો છે અને એન્ડ પાર્ટને કેવળજ્ઞાન કહ્યું. આ છેડાને સમ્યક્ દર્શન કહેવાય અને પેલા છેડાને કેવળજ્ઞાન કહેવાય છે. તેની વચ્ચે આત્મજ્ઞાન હોય. સમ્યક્ દર્શન સુધી આત્મજ્ઞાન ના થયું હોય. સમ્યક્ દર્શન એટલે આ બધું સત્ય નથી પણ સત્ય આ અવિનાશી આત્મા જ છે. પણ એ આત્માની બાઉન્ડરિ (સીમા) જાણી શક્યો નથી. તે જ્યારે પૂરેપૂરી બાઉન્ડરિ જાણે તો આત્મજ્ઞાન કહેવાય. આ તો એને શ્રદ્ધા બેઠી આત્મા ઉપર કે હું ચેતન છું, આ નહીં.
હોય આવરણ આત્મજ્ઞાનમાં, ના કોઈ કેવળજ્ઞાતમાં પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન અને કેવળજ્ઞાન એમાં ફેર શું ?
દાદાશ્રી : કેવળજ્ઞાનમાં કોઈ આવરણ ના આવે અને આત્મજ્ઞાનમાં આવરણ આવે.
આત્મા એકલો જ જાણવો ને બીજા તત્ત્વો પરફેક્ટ (સંપૂર્ણ) ના જણાય એ આત્મજ્ઞાન કહેવાય ને બીજા બધાં જ તત્ત્વો પરફેક્ટ જણાય તેને કેવળજ્ઞાન કહેવાય.
આત્મજ્ઞાન અને કેવળજ્ઞાનમાં ઝાઝો ફેર નથી, બન્ને વચ્ચે