________________
(૭.૨) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ-તીર્થંકર ભગવાનની
શક્તિમાં ફેર રહેલો છે. આત્મજ્ઞાન થયું એને શ્રદ્ધામાં હોય છે પણ સંપૂર્ણ પ્રવર્તનમાં હોતું નથી, જ્યારે કેવળજ્ઞાનમાં સંપૂર્ણ પ્રવર્તનમાં છે. એક ઘેરથી આત્મજ્ઞાનવાળો નીકળ્યો અને બીજો કેવળજ્ઞાની (ડેસ્ટિનેશન) પહોંચ્યો. ગાડી એની એ જ છે ને !
૩૨૭
પ્રશ્નકર્તા : ક્ષાયક સમ્યક્ત્વ અને કેવળજ્ઞાન એ બેમાં ફરક શું છે ?
દાદાશ્રી : ક્યાં ક્ષાયક સકિત અને ક્યાં કેવળજ્ઞાન ? ક્ષાયક સમકિત કેવળજ્ઞાન કેવું હોય એ સમજે, પણ કેવળજ્ઞાનનો અનુભવ ના થાય. કેવળજ્ઞાન પ્રકાશે નહીં.
શ્રુતકેવળી આત્મજ્ઞાતે છૂટો, તહીં તો એ મજૂર પ્રશ્નકર્તા : તો દાદા, શ્રુતકેવળી જે કહે છે તે કોણ ?
દાદાશ્રી : શ્રુતજ્ઞાન, એની છેલ્લી દશા એ શ્રુતકેવળી કહેવાય. શ્રુતકેવળી એટલે જેને આ તમામ શાસ્ત્રોનું જે રહસ્ય છે તે પોતાનામાં બધું આવી ગયેલું છે, ફિટ થયેલું છે. શ્રુતકેવળીને બધા જ શાસ્ત્રો મોઢે હોય. બધા જ શાસ્ત્રો ધારણ કર્યા હોય, ભણ્યા હોય, જેણે જાણવાનું બધું જાણી લીધું હોય એ શ્રુતકેવળી.
પ્રશ્નકર્તા : જાણવા જેવું બધું જાણી લીધું ?
દાદાશ્રી : હા, બધું જાણી લીધું છે. અને આ લોકો શાસ્ત્રજ્ઞાનને શ્રુતકેવળી કહે છે, અને ભગવાને મોક્ષનું જે બધુંય જ્ઞાન આપ્યું છે તે યાદ રહે તેને શ્રુતકેવળી કહ્યા છે.
પ્રશ્નકર્તા ઃ કેવળી ભગવાનનું વાક્ય કાને સાંભળ્યું હોય તેને શ્રુતકેવળી કહીએ આપણે ?
દાદાશ્રી : ના, તેને નહીં, કેવળી ભગવાનના વાક્ય તો બહુ જણાએ સાંભળેલા છે. ભગવાનનું સાંભળેલું તો બહુ માણસ અહીંયે હાજર છે, પણ એ ના કહેવાય. ભગવાનનું આખું શ્રુતજ્ઞાન જેને હાજ૨ છે અને તે આત્મા પ્રગટે એવું છે એ શ્રુતકેવળી. શ્રુતકેવળી એટલે જે