________________
(૭.૧) કેવળજ્ઞાનની સમજ
૩૨૫
પોતે જ પોતાને દેખે, સંપૂર્ણ કેવળજ્ઞાને પ્રશ્નકર્તા: આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ કહ્યું તો કેવળજ્ઞાન થાય છે એ જે કહે છે ને, એ કોને થાય છે ?
દાદાશ્રી : આત્માને જ થાય છે. પ્રશ્નકર્તા: પણ પોતે કેવળજ્ઞાન સ્વરૂપ જ છે ને ?
દાદાશ્રી : છે જ કેવળજ્ઞાન પણ વાદળો ખસવા જોઈએ, ને તેમ તેમ થતું જાય. આ સૂર્યનારાયણ આખો દેખાવા માંડ્યો તો કોને દેખાવા માંડ્યો ?
પ્રશ્નકર્તા: જોનારાને. સૂર્યનારાયણ અને વાદળો એટલે વાદળનું આવરણ જેને છે.
દાદાશ્રી : હા, જોનારને, પણ જોનાર અને જાણનાર બેય એક જ છે વસ્તુ આ.
પ્રશ્નકર્તા એટલે જોવાની વસ્તુ અને જોનાર, બેય એક જ છે?
દાદાશ્રી : હા, આત્મા સ્વનેય જાણે છે ને પરમેય જાણે છે. પોતાના સ્વને જાણે છે કે જાણનાર કોણ, સ્વ કોણ. જાણેલી વસ્તુ એ પોતે જ છે. પોતે પોતાને જ જાણે છે. આત્મા સ્વને જાણે છે ને પરને જાણે છે. તે વાદળો ખસી ગયા એટલે પોતે પોતાને આખો દેખાય, એને કેવળજ્ઞાન કહેવાય.