________________
૩૨૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
કેવળજ્ઞાત સત્તા - પ્રગટમાં જ્ઞાતીને, દર્શનમાં મહાત્માને
અમારી પાસે તો કેવળજ્ઞાન આપ્યું જ છે ચાર ડિગ્રી ઓછું કહે છે તે ? અને તમને આ કાળમાં ત્રણસો સાઠ ડિગ્રીનું જ્ઞાન આપું છું. કેવળજ્ઞાન તમારા હાથમાં મૂકું છું પણ એ કાળને લીધે પચતું નથી. મને પણ આ કાળની વિચિત્રતાને લીધે કેવળજ્ઞાન પચ્યું નહીં, તે મને ત્રણસો છપ્પન ઉપર આવીને ઊભું રહ્યું. પણ હું આપું છું કેવળજ્ઞાન. કેવળજ્ઞાન જો ના આપું તો તો સત્તા જુદી પડે જ નહીં. આ તો કલાકમાં આત્મા જુદો પડી જાય. એટલે એક જ કલાકના પરિચયથી જો આટલું બધો ફેરફાર થાય છે તો એ શું હશે ? ત્યારે કહે, કેવળજ્ઞાનની સત્તા છે.
પ્રશ્નકર્તા: કેવળજ્ઞાન સત્તામાં હોય એનો અર્થ શું?
દાદાશ્રી : સત્તાપણે એટલે સત્તાપણું તો તમારા બધાનામાં છે જ. સત્તાપણે તો રહેલું, પણ સત્તા દર્શનમાં આવેલી છે.
આ અમને કેવળજ્ઞાન સત્તામાં છે. અમારા પ્રવર્તનમાં નથી, સત્તામાં છે એટલે કે દર્શનમાં આવેલું છે.
પ્રશ્નકર્તા: સત્તામાં કેવળજ્ઞાન બધાને હોય ?
દાદાશ્રી : સત્તામાં બધાને હોય પણ મારે તો પ્રગટમાં છે અને પચ્યું નથી. ફક્ત પચતું નથી એટલે ત્રણસો છપ્પન ડિગ્રી કહું છું. પચતું હોયને તો સંપૂર્ણ વીતરાગ રહે. પછી હું તમને એમ ના કહું કે અહીં આવો. હું તમને આ વાત કરું ને આ સત્સંગની વાત કરું ને એવું તેવું ના કહું. પણ આ પચતું નથી, અજીર્ણ થયું છે.
પણ તમને આત્મા જ હાથમાં આપી દઉં અને તે તમારી પાસે જ નિરંતર રહે પછી. તમારે પછી જાગૃતિ રહે. અનુભવ, લક્ષ ને પ્રતીતિ ત્રણેવ રહે, ચોથે પગથિયે ના ઉતરે. એને કૃપાળુદેવે શું પદ કહ્યું કે, “વર્તે નિજસ્વભાવનું અનુભવ, લક્ષ, પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, એને પરમાર્થે સમકિત.” કહ્યું છે. તે પરમાર્થે સમકિત એટલે લાયક સમકિત. એ જ સમતિ આપણે અહીંયા આપીએ છીએ.