________________
(૭.૧) કેવળજ્ઞાનની સમજ
૩૨૩
પ્રશ્નકર્તા ઃ હા જી, બિલકુલ આવ્યું.
દાદાશ્રી : સનાતન, શાશ્વત એટલે અનાદિ અનંત કેવળજ્ઞાન સ્વરૂપ, એ શબ્દથી સમજાય એવી વસ્તુ નથી.
કેવળજ્ઞાત' - મૂઢાત્માને શક્તિરૂપે, મહાત્માને સત્તારૂપે પ્રશ્નકર્તા: કેવળજ્ઞાન સત્તારૂપે છે કે શક્તિરૂપે છે ?
દાદાશ્રી એ અમુક દૃષ્ટિએ શક્તિરૂપેય છે ને અમુક દૃષ્ટિએ સત્તારૂપેય છે. બેઉમાં કંઈ ભૂલ નથી.
પ્રશ્નકર્તા અમુક લોકો શક્તિરૂપે માને છે અને..
દાદાશ્રી : એ ગમે તે પણ, એ બન્નેય સરખું, લગભગ નિયરલી (નજીકનું) છે, ખોટું નથી. તે સત્તારૂપેય પૂવ (સાબિત) થઈ શકે એમ છે અને શક્તિરૂપેય પૂવ થઈ શકે. એ બધી સમજણ ફેરની વાત છે.
પ્રશ્નકર્તા ઃ કેવળજ્ઞાન સત્તારૂપે એટલે એનું એવું એશ્લેનેશન (ખુલાસો) આપે છે કે જેમ સૂર્યની આજુબાજુ વાદળો છવાઈ ગયા હોય ને એ આવરણ જેમ ધીમે ધીમે નીકળી જાય એમ પેલી સત્તા પ્રગટ થાય. સૂર્ય પેલામાં (વાદળોમાં) તો આવરણમાં, એટલે સત્તામાં તો સૂર્ય પૂર્ણ હાજર છે જ, જ્યારે શક્તિમાં તો એમ કહે છે કે ધીમે ધીમે પ્રગટ થતું જાય છે.
દાદાશ્રી : એક કહે, આત્મા શક્તિરૂપે છે ને બીજા કહે છે કે આત્મા સત્તારૂપે છે. એક કહે કે જેમ જેમ શક્તિ ખીલે તેમ શક્તિ પ્રગટ થાય. બીજા કહે છે કે કોઈ જ્ઞાની પુરુષ મળે ને આવરણ તોડી નાખે તો સત્તારૂપે જ છે. વાત સાચી છે. આવરણ તોડી નાખે એટલે પરસત્તા ઊડી ને સ્વસત્તામાં આવી ગયો.
બહાર સામાન્ય મનુષ્યોમાં શક્તિરૂપે કેવળજ્ઞાન છે. ખાવાનું પટારામાં છે, કુંચી વગર ઉઘાડાય નહીં અને ખવાય નહીં. તમને મહાત્માને (આ જ્ઞાન લીધા) પછી સત્તારૂપે કેવળજ્ઞાન છે. આટલો ફેર છે તમારામાં અને મૂઢાત્મા મનુષ્યોમાં.